Delhi

દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ભારત બન્યું

નવીદિલ્હી
દેશમાં સ્ટાર્ટઅપ માટે એક સારૂં વાતાવરણ બની ગયું છે. સરકાર દ્વારા સ્ટાર્ટઅપને મજબૂત બનાવવા માટે અનેક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. આ જ કારણે ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓની સંખ્યામાં દર વર્ષે ૧૦ ટકાનો વધારો થઇ રહ્યો છે. એટલે કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં દર વર્ષે ૧૦ ટકા નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સના નેસકોમ સેન્ટર ઓફ એક્સીલેંસના સીઈઓ સંજીવ મલ્હોત્રાએ કહ્યું કે, ‘દેશમાં સ્ટાર્ટઅપ કંપનીઓની સંખ્યામાં મહત્વપૂર્ણ વૃદ્ધિ થઇ રહી છે. મહત્તમ કંપનીઓ એપ્લીકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. અનેક સ્ટાર્ટઅપ કંપનીઓ સોફ્ટવેર સેવા પર આધારિત છે.’ સંજીવ મલ્હોત્રાએ આગળ કહ્યું કે, ‘રિસર્ચના પ્રમુખ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ બનાવવાની જરૂર છે. ભારત સમગ્ર દુનિયામાં ત્રીજાે સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. દેશમાં નવી સ્ટાર્ટઅપ કંપનીઓની સંખ્યા ૨૦૨૧-૨૨મા વધીને ૧૪,૦૦૦થી વધુ થઇ ગઈ છે. જ્યારે ૨૦૧૬-૧૭મા તેમની સંખ્યા માત્ર ૭૩૩ હતી.’ મલ્હોત્રાએ વધુમાં કહ્યું કે, ભારતમાં હજુ યુનિકોર્નની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે. ૨૦૨૧માં ૪૪ ભારતીય સ્ટાર્ટઅપે યુનિકોર્નનો દરજ્જાે હાંસલ કર્યો હતો. આ રીતે દેશમાં યુનિકોર્નની સંખ્યા ૮૩ થઇ ગઈ છે. તેનાથી આ કંપનીઓની સંપત્તિમાં કુલ ૧૦૬ અરબ ડોલરનો વધારો થયો છે. સ્ટાર્ટઅપના માધ્યમથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને રીતે ૧૪ લાખ લોકોને નોકરી મળી છે. દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં રોકાણકારો ખૂબ જ રસ લઇ રહ્યા છે. આ જ કારણે આવી કંપનીઓમાં રોકાણકારો ગતિથી વધી રહ્યા છે. ઉદ્યોગ તેમજ આંતરિક વેપાર સંવર્ધન વિભાગ ના આંકડાઓ મુજબ, સ્ટાર્ટ-અપમાં વાર્ષિક રોકાણ ૧૧ અરબ ડોલરથી વધીને ૩૬ અરબ ડોલર થઇ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *