Delhi

દેશની નીચલી અદાલતોમાં ૧ લાખથી વધુ કેસો ૩૦ વર્ષથી પેન્ડીંગ

નવી દિલ્હી
દેશમાં સુપ્રિમ કોર્ટથી ટ્રાયલ કોર્ટ સુધીમાં પેન્ડીંગ કેસોની સતત વધતી જતી સંખ્યામાં ૧ લાખ કેસ એવા છે કે જે નીચલી અદાલતોમાં છેલ્લા ૩૦ વર્ષથી પેન્ડીંગ છે જેમાં ઉતરપ્રદેશ સૌથી ટોચના ક્રમે છે. બાદમાં મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ જેવા રાજ્યોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. હાલમાં સર્વોચ્ચ અદાલત દ્વારા હજારો કેસના નિકાલ માટે એક ફોર્મ્યુલા અપનાવાઈ હતી પરંતુ ટ્રાયલ કોર્ટ અને નીચલી અદાલતોમાં પેન્ડીંગ કેસ અંગે હજુ સુધી કોઇ આખરી ફોર્મ્યુલા શોધાઈ નથી. દેશમાં જે પેન્ડીંગ કેસો છેલ્લા ૩૦ વર્ષથી છે તેમાં ૯૦ ટકા કેસ ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચીમ બંગાળ, બિહાર અને ઓડિસામાં છે. ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડીંગ હોય તેવા કેસોની સંખ્યા ૩૪.૬૦ લાખ છે. ૩૦ વર્ષથી પેન્ડીંગ હોય તેવા કેસોની સંખ્યા ૧ લાખથી વધુ છે. જ્યારે ૨૦ થી ૩૦ વર્ષથી પેન્ડીંગ હોય તેવા કેસોની સંખ્યા ૪.૮૯ લાખ અને ૨૦ વર્ષથી પેન્ડીંગ હોય તેવા કેસોની સંખ્યા ૨૮.૭૦ લાખ છે. જાેકે સૌથી મહત્વનું એ છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો અને નાના રાજ્યોમાં પેન્ડીંગ કેસોની સંખ્યા સૌથી ઓછી છે જેમાં ચંદીગઢ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, લદાખનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *