Delhi

દેશની ફૂટવેર કંપની કેમ્પસ એક્ટિવવેરે આઈપીઓ બહાર પાડ્યો

ન્યુદિલ્હી
ફૂટવેર નિર્માતા કેમ્પસ એક્ટિવવેરે તેના ૈંર્ઁં માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કેમ્પસ એક્ટિવવેરે રૂ. ૫ ની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે શેર દીઠ રૂ. ૨૭૮-૨૯૨ ઇશ્યૂ કિંમત નક્કી કરી છે. કેમ્પસ એક્ટિવવેરનો ૈંર્ઁં આગામી ૨૬મી એપ્રિલ ૨૦૨૨ના રોજ લોન્ચ થશે અન ૈંર્ઁં રોકાણકારોના સબ્સ્ક્રિપ્શન માટે ૨૮મી એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. તે એન્કર રોકાણકારોની બિડિંગ માટે ૨૫ જાન્યુઆરીએ ખુલશે. કંપની ૈંર્ઁં દ્વારા રૂ. ૧૪૦૦ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ ઈશ્યુ કેવળ વેચાણ માટેની ઓફર છે અને તેમાં હાલના શેરધારકો અને પ્રમોટરો દ્વારા ૪.૭૯ કરોડ શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. ૈંર્ઁં ની ફાળવણી ૪ મેના રોજ અપેક્ષિત છે અને કંપનીનો ૈંર્ઁં ૯ મે, ૨૦૨૨ ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની સંભાવના છે. કેમ્પસ એક્ટિવવેરના ઈશ્યુ હેઠળ લોટ સાઈઝ ૫૧ શેર છે અને રોકાણકારોએ ઓછામાં ઓછી એક લોટ સાઈઝ ખરીદવી જરૂરી છે. તદનુસાર, રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ. ૧૪,૮૯૨ (૨૯૨ ટ ૫૧ = ૧૪,૮૯૨)નું રોકાણ કરવું પડશે. આ ૈંર્ઁંમાં, ૫૦ ટકા લાયક સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે અને ૧૫ ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. બાકીના ૩૫ ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

IPO.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *