નવીદિલ્હી
કોરોના કેસોમાં વધારો સૌથી પહેલા એનસીઆરમાં જાેવા મળ્યો. પરંતુ બાદમાં ૯ રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો જાેવા મળ્યો. ગયા સપ્તાહે કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, રાજસ્થાન, પંજાબ, કર્ણાટકમાં પણ કોરોનાના નવા કેસોમાં ઘણો વધારો જાેવા મળ્યો. ગયા એક સપ્તાહની વાત કરીએ તો દિલ્લીમાં ૬૩૦૦ કોરોનાના નવા કેસ સામે આવ્યા કે જે તેના પહેલા સપ્તાહની સરખામણીમાં ત્રણ ગણા વધુ છે. ઓમિક્રૉન વેરિઅંટના કારણે દિલ્લીમાં સૌથી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા. સેમ્પના આંકડા દર્શાવે છે કે કોરોનાના મ્છ.૨.૧૨.૧ તેમજ ઓમિક્રૉનના ૮ અલગ-અલગ વેરિઅંટ છે. જિનોમ સીક્વંસિંગ બાદ આ તથ્ય સામે આવ્યુ છે. ફેબ્રુઆરી મહિનામાં વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે ઓમિક્રૉનનો મ્છ.૨.૧૨.૧ વેરિઅંટ બીએ.૧થી ઘણો વધુ સંક્રમક છે. જાે કે આને લઈને ચિંતાની વાત નથી કારણકે અસલ સંક્રમણથી તે વધુ ખતરનાક નથી. પરંતુ તેમછતાં આ સંક્રમણના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. પરંતુ મૃત્યુદર હજુ પણ નિયંત્રણમાં છે. મૃત્યુદરમાં કોઈ વધારો જાેવા મળ્યો નથી. કેરળને છોડી દઈએ તો ભારતમાં કોરોનાથી ગયા સપ્તાહે ૨૭ લોકોના મોત થયા છે કે જે આના ગયા સપ્તાહે પણ આટલા જ હતા. ગયા સપ્તાહે મહારાષ્ટ્રમાં કોરોનાના ૯૯૬ કેસ સામે આવ્યા કે જે આના ગયા સપ્તાહની સરખામણમાં ૪૮ ટકા વધુ છે. વળી, કર્ણાટકની વાત કરીએ તો અહીં ૭૨ ટકા કેસોમાં વધારો થયો છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ૬૬ ટકા કેસોમાં વધારો થયો છે. વળી, દેશની વાત કરીએ તો ૨૫ એપ્રિલે દેશમાં કોરોનાના ૨૫૪૧ નવા કેસ સામે આવ્યા જ્યારે દેશમાં સક્રિય કેસોની વાત કરીએ તો આ ૧૬૫૨૨ છે. દૈનિક સક્રિયતા દર ૦.૮૪ ટકા છે.જે રીતે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને અત્યાર સુધી ના તો સરકાર અને ના આરોગ્ય વિશેષજ્ઞો તરફથી આને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગયા સપ્તાહની સરખામણીમાં દેશમાં કોરોના કેસો લગભગ બમણા થઈ ગયા છે. દેશમાં હવે કોરોનાના સક્રિય કેસ ૧૬ હજારથી વધુ થઈ ગયા છે. ત્રણ સપ્તાહ પહેલા કોરોનાના કેસોમાં સતત ઘડાટો જાેવા મળી રહ્યો હતો. દિલ્લી, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા જેમાંથી મોટાભાગના કેસ દિલ્લીમાં રિપોર્ટ કરવામાં આવ્યા.
