નવીદિલ્હી
કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા હવે ૮,૨૦૯ થઈ ગઈ છે. રવિવારની તુલનામાં તેમાં ૬.૦૨ ટકાનો વધારો નોંધાયો છે. કોરોના મહામારીથી અત્યાર સુધી કુલ ૩,૫૨,૩૭,૪૬૧ લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાની વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કુલ વેક્સિનેશનનો આંકડો ૧,૫૭,૨૦,૪૧,૮૨૫ થઈ ગયો છે. ૈંઝ્રસ્ઇ મુજબ ભારતમાં રવિવારે કોરોના વાઈરસ માટે ૧૩,૧૩,૪૪૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ ૭૦,૩૭,૬૨,૨૮૨ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના ૪૧,૩૨૭ નવા કેસ સામે આવ્યા, જ્યારે ૨૯ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૨,૬૫,૩૪૬ થઈ ગઈ છે. રવિવારે ઓમિક્રોનના ૮ નવા કેસ રાજ્યમાં સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કેસોની કુલ સંખ્યા ૧,૭૩૮ થઈ ગઈ. ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીના રોજ કોરોનાના નવા ૧૦,૧૫૦ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૩,૨૬૪ નવા કેસ, જ્યારે સુરતમાં ૨,૪૬૪ નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ૬૩,૬૧૦ પર પહોંચ્યો છે. જ્યારે ૬૩, ૬૧૦ દર્દીમાંથી ૮૩ દર્દી વેન્ટિલેટર પર છે.દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસો મામલે આજે થોડો ઘટાડો જાેવા મળ્યો છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઈરસના ૨,૫૮,૦૮૯ નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો રવિવારના મુકાબલે ઓછો છે. ગઈકાલે કોરોના વાઈરસના ૨,૭૧,૨૦૨ કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૧,૭૪૦ લોકોએ આ ખતરનાક બીમારીને માત આપી છે. ત્યારે ૩૮૫ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તેની સાથે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાની સંખ્યા ૪,૮૬,૪૫૧ થઈ ગઈ છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ભારતમાં હવે ૮,૨૦૯ થઈ ગયા છે.