Delhi

દેશમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝ ૩.૮ લાખ લોકો લીધો

નવીદિલ્હી
દેશમાં લોકોને કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજાે ડોઝ આપવાનો સિલસિલો શરુ થઈ ચૂક્યો છે. પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર ૩.૮ લાખ લોકોએ જ ત્રીજાે ડોઝ લગાવ્યો છે. આમાંથી પણ ૫૧ ટકા લોકોએ છેલ્લા ચાર દિવસમાં ત્રીજાે ડોઝ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ૧૦ એપ્રિલથી કોરોનાનો ત્રીજાે ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી હતી. જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજાે ડોઝ માત્ર ૩૮૭૭૧૯ લોકોને લગાવવામાં આવ્યો છે જેમાંથી ૨૦ એપ્રિલથી ૨૪ એપ્રિલ દરમિયાન ૧.૯૮ લાખ લોકોને ત્રીજાે ડોઝ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જે રીતે કોરોનાના નવા કેસ વધી રહ્યા છે તેને જાેતા દિલ્લી, યુપી, હરિયાણાએ એક વાર ફરીથી માસ્ક પહેરવુ અનિવાર્ય કરી દીધુ છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ લગભગ ૫૦ ટકા વેક્સીનનો ડોઝ મેટ્રો શહેરના લોકોને લાગ્યો છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીનુ કહેવુ છે કે ત્રીજાે ડોઝ મુખ્ય રીતે એ જ લોકો લગાવી રહ્યા છે જે વિદેશ જઈ રહ્યા છે અથવા કોઈ બિમારીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ૧૪ દિવસોમાં કોરોના વાયરસની ૫૪ ટકા વેક્સીન દિલ્લી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં લાગી છે. રાજસ્થાનમાં માત્ર ૫૫૦૦ લોકોને ત્રીજાે ડોઝ લાગ્યો છે. મધ્ય પ્રદેશમાં ૫૨૯૦ લોકોને, છત્તીસગઢમાં માત્ર ૫૩૨ લોકોને વેક્સીનનો ત્રીજાે ડોઝ લાગ્યો છે. ગીચ વસ્તીવાળા રાજ્ય બિહારની વાત કરીએ તો અહીં માત્ર ૨૨૧૪૧ લોકોને વેક્સીનનો ત્રીજાે ડોઝ લાગ્યો છે. વળી, ગુડગાંવમાં ૧૯૯૧૮ લોકોને ત્રીજાે ડોઝ લાગ્યો છે. ૬૦ વર્ષની ઉપરના લોકો માટે ત્રીજાે ડોઝ મફત છે અને એની શરુઆત ૧૦ જાન્યુઆરીથી થઈ છે. ૧.૦૪ કરોડ આરોગ્યકર્મીઓમાંથી માત્ર ૪૫ ટકાએ વેક્સીનનો ત્રીજાે ડોઝ લીધો છે જ્યારે ૧.૮૪ કરોડ ફ્રંટલાઈન વર્કર્સમાંથી ૩૮ ટકાએ જ વેક્સીનનો ત્રીજાે ડોઝ લીધો છે.

Corona-Vaccine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *