Delhi

દેશમાં સરેરાશ ૫ લાખ કેસ આવવાની શક્યતા ઃ આહના

નવીદિલ્હી
હાલ દેશભરમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ ચાલી રહ્યું છે. આ બાબતે ડોક્ટર જીતેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી હતી કે ૧૫થી ૧૮ વર્ષના કિશોરો ૨૦ ટકા જેટલુ સંક્રમણ ફેલાવતા હોવાનું સર્વેમાં તારણ નીકળ્યુ છે. જ્યારે ૧૫થી ઓછી વર્ષના બાળકો ઓછુ સંક્રમણ ફેલાવે છે. તેથી પહેલા ૧૫થી વધુ વયના બાળકોને પહેલા રસી આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ તરફ કોરોનાકાળમાં બૂસ્ટર ડૉઝની પણ ચર્ચા થઈ રહી છે. ૬૦ વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકો તેમજ ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડૉઝ અપાઈ રહ્યો છે. તે અંગે તેમણે જણાવ્યુ કે બૂસ્ટર ડોઝ હશે તો કોરોના નહીં થાય એવુ નથી. પરંતુ હોસ્પિટલ, વેન્ટિલેટરની જરુરિયાત ઓછી ઊભી થશે અને મૃત્યુની ટકાવારી પણ ઓછી રહેશે. આહના કમિટીના સભ્ય ડોક્ટર જીતેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે કોરોનાકાળમાં બાળકોને સાચવવાની ખુબ જ જરૂર છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનું હંમેશા પાલન કરવુ જાેઈએ. ભીડમાં પણ જવાનું ટાળવુ જાેઈએ.અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો બીજી બાજુ ત્રીજી લહેરનું જાેખમ પણ જાેવા મળી રહ્યું છે. ઓમિક્રોનના પણ કેસ સતત વધી રહ્યા છે. ત્યારે એમ.ડી. ફિઝિશીયન અને આહના કમિટીના સભ્ય ડોક્ટર જીતેન્દ્ર પટેલે ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પીક પર હશે તેવી શક્યતા દર્શાવી છે. એમ.ડી. ફિઝિશીયન અને આહના કમિટીના સભ્ય ડોક્ટર જીતેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે કોરોનાની ત્રીજી લહેરની પીક ૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી આવી શકે છે. આ સમય દરમિયાન સમગ્ર દેશમાં સરેરાશ ૫ લાખ જેટલા કેસ આવવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં ૨૫ હજારથી ૫૦ હજાર સુધી કેસ જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *