Delhi

દેશમાં હવે ઘરે બેઠા ડ્રોનથી ભોજન અને રાશન આવી જશે

નવીદિલ્હી
ગુડગાંવ અને ચેન્નાઈમાં તેણા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝનું ઉદ્ધઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. કંપનીના મતે, ૨૫૦ મિલિયન ડોલર (લગભગ ૧,૯૧૦ કરોડ રૂપિયા)ની વેલ્યૂની સાથે ગરૂડ એયરોસ્પેસ દેશની સૌથી વેલ્યૂએબલ ડ્રોન સ્ટાર્ટઅપ છે. કંપનીની યોજના વર્ષ ૨૦૨૪ સુધી ૧,૦૦,૦૦૦ સ્વદેશી ડ્રોન બનાવવાની છે. આ સંપૂર્ણ રીતે ઈન્ડિયામાં તૈયાર થશે. એક બ્લોગ પોસ્ટમાં સ્વિગીએ જણાવ્યું છે કે ડિલીવરી પાર્ટનર ‘કોમન પોઈન્ટ’ થી ઓર્ડર લેશે અને તેણે ગ્રાહકો સુધી પહોંચાડશે. ગરૂડ એયરોસ્પેસે જણાવ્યું છે કે સ્વિગીએ તેના માટે રિક્વેસ્ટ કરી હતી અને એક પ્રપોઝલ મોકલ્યું હતું. ગરૂડ એયરોસ્પેસના ફાઇન્ડર ઝ્રઈર્ં અગ્નિશ્વર જયપ્રકાશે આ પાર્ટનરશિપને ‘ડ્રોનથી ડિલીવરીમાં એક નવા યુગની સવાર’ ગણાવી છે. તેમના મતે, શહેરોમાં ભારે ભીડમાં સ્વિગી જેવા સ્ટાર્ટઅપ સમજી ગયા છે કે એડવાન્સ ગરૂડ એયરોસ્પેસ ડ્રોન મારફતે લોકોના ઘર સુધી ડિલિવરી પહોંચાડવામાં કેવી રીતે ભૂમિકા ભજવી શકે છે. ે સ્વિગીની તો આ ફૂડ ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર ગત વર્ષ જીુૈખ્તખ્તઅ ર્ંહી નામથી એક અપગ્રેડેડ મેમ્બરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ સબ્સક્રિપ્શન પ્લાન મેમ્બર્સને ફૂડ, ગ્રોસરી જેવી ઘણી ચીજાે માટે તમામ ઓનલાઈન ડિલીવરી પ્લેટફોર્મની સર્વિસમાં મફતમાં ડિલીવરી, ડિસ્કાઉન્ટ અને ઘણા પ્રકારના બેનિફિટ આપે છે. નવા જીુૈખ્તખ્તઅ ર્ંહી મેમ્બરશિપ પ્લાનની કીંમત પહેલા ત્રણ મહીના માટે ૨૯૯ રૂપિયા અને આખા વર્ષ માટે ૮૯૯ રૂપિયા છે. તેનો મતલબ એવો છે કે એક મેમ્બર વાર્ષિક પ્લાન હેઠળ મહીનામાં માત્ર ૭૫ રૂપિયા ખર્ચ કરશે અને તેમાં તેમણે ઘણા પ્રકારના ફાયદા મળશે. જીુૈખ્તખ્તઅ ર્ંહી સબ્સક્રિપ્શન ૭૦ હજારથી વધુ પોપુલર રેસ્ટોરાથી અનલિમિટેડ ફ્રી ડિલીવરીની સાથે ૯૯ રૂપિયાથી ઉપરના તમામ ઓર્ડર પર અનલિમિટેડ ફ્રી ઈંસ્ટામાર્ચ ડિલીવરી આપે છે. આજકાલ લોકો ઓનલાઈન ફૂડ તરફ વળ્યા છે. પરંતુ તમને કોઈ એવું કહે કે હવે તમારા ઘરે કોઈ ડિલવરી બોય નહીં, પરંતુ ડ્રોન મારફતે ખાવા પીવાનો સામાન પહોંચશે તો તમને નવાઈ લાગશે. પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. સ્વિગી ટૂંક સમયમાં તમારા ઘરે ખાવા-પીવાનો સામાન ડ્રોન મારફતે પહોંચાડશે. સ્વિગી ડ્રોન મારફતે દિલ્હી-એનસીઆર અને બેંગ્લુરુ જેવા શહેરોમાં કરિયાણાનો સામાન પહોંચાડશે. તેણા માટે સ્વિગીએ ગરૂડ એયરોસ્પેસ સાથે ભાગેદારી કરી છે. જાેકે હાલ આ શહેરોમાં ટ્રાયલ રન કરવાની તૈયારી ચાલી રહી છે. આ પાયલોટ પ્રોજેક્ટ મારફતે સ્વિગીની ગ્રોસરી ડિલીવરી સર્વિસ ઈંસ્ટામાર્ટમાં ડ્રોનના ઉપયોગની જરૂરિયાતની ગણતરી કરવામાં આવશે.

Swiggy-Start-Food-Service-Drone-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *