Delhi

દેશમાં હવે ૧૮ વર્ષથી મોટી ઉંરના લોકોને બૂસ્ટર ડોઝ લગાવાશે

નવીદિલ્હી
કોરોના મહામારીના વિરૂદ્ધ લડાઇને મજબૂત કરવા માટે સરકારે મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. હવે ૧૮ વર્ષથી ઉપરવાળા લોકોને પણ બૂસ્ટર ડોઝ લગાવવામાં આવશે. બૂસ્ટર ડોઝ લગાવવાનું આ અભિયાન આ રવિવારથી શરૂ થશે. હવે ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો પણ કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ મેળવી શકશે. તે ૧૦ એપ્રિલથી પ્રાઇવેટ વેક્સીનેશન સેન્ટર્સ પર જઇને આ રસી લગાવી શકશે. હાલ પ્રિકોશન ડોઝ (બૂસ્ટર ડોઝ) તે વેક્સીન લગાવી શકાય છે. જેનો પહેલો અને બીજાે ડોઝ લગાવવામાં આવ્યો છે. જે લોકોની ઉંમર ૧૮ વર્ષથી વધુ છે અને કોરોના વેક્સીનનો બીજાે લગાવ્યાને ૯ મહિના થઇ ગયા છે, તે બૂસ્ટર ડોઝ લગાવી શકે છે. દેશમાં ૧૫ એઝ ગ્રુપમાંથી લગભગ ૯૬% ને ઓછામાં ઓછી એક કોરોના વેક્સીન લગાવવામાં આવી છે જ્યારે લગભગ ૮૩ ટકાને બે ડોઝ લગાવવામાં આવ્યા છે. દેશમાં ૬ માર્ચથી ૧૨-૧૪ વર્ષના બાળકોને વેક્સીન ચાલુ રહેશે. ગવર્નમેંટ વેક્સીનેશન સેન્ટર પર લોકોને કોરોનાનો પ્રથમ અને બીજાે ડોઝ લગાવવાનું કામ પહેલાંની માફક જ ચાલતું રહેશે. આ સાથે જ હેલ્થકેર વર્કર્સ, ફ્રંટલાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી મોટી ઉમરના લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાનું કામ પણ ચાલુ રહેશે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) એ બુધવારે કોરોના વાયરસ પર એક રિપોર્ટ જાહેર કરીને મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ઉૐર્ંએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે સતત બીજા સપ્તાહે વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે, કોરોના મહામારીના કારણે મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. કોવિડ ૧૯ મહામારી પર ઉૐર્ં ના તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક અઠવાડિયામાં સંક્રમણના ૯૦ લાખ કેસ સામે આવ્યા. આ આંકડો ગત અઠવાડિયાના મુકાબલે ૧૬ ટકા ઓછો હતો. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે દુનિયાના દરેક ભાગમાં સંક્રમણના કેસમાં ઘટાડો જાેવ મળી રહ્યો છે.

Booster-Dose.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *