Delhi

નવા વર્ષમાં એલપીજીના ભાવમાં ઘટાડો કરાયો

નવીદિલ્હી
અગાઉ ડિસેમ્બર ૨૦૨૧માં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. કંપનીઓએ ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો વધારો કર્યો હતો જાેકે લોકો માટે રાહતની વાત એ હતી કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. નવા વર્ષમાં આ જ વધેલા ભાવથી રેસ્ટોરન્ટ અને વેપારી માલિકોને રાહત મળી છે. એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને દર મહિનાની પહેલી તારીખે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. આ બેઠકમાં એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. આમતો વધારાની સંભાવના હતી કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થોડો વધારો થયો છે. જાેકે, એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત ૫ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની જેમ ગેસની કિંમત ઘટાડી કે સ્થિર રાખી શકે છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો ફરી એકવાર સ્થિર રાખવામાં આવી છે. ઓક્ટોબરમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં કિંમતોમાં વધારો થયો નથી. દિલ્હી અને મુંબઈમાં સબસિડી વગરના ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. ૮૯૯.૫૦ છે. જાે તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાણવા માગો છો, તો તમે તેને સરકારી તેલ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકો છો. આ માટે તમે ૈર્ંંઝ્રન્ ની વેબસાઈટ ની મુલાકાત લો. પછી વેબસાઇટ પર રાજ્ય, જિલ્લા અને વિતરક પસંદ કરો અને પછી શોધ વિકલ્પ પર ક્લિક કરો. તે પછી તમને ગેસ સિલિન્ડરની કિંમત જાેવા મળશે.દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.૧૦૦ની સીધી છૂટ આપવામાં આવી છે. ગેસ કંપનીઓ દ્વારા ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર આ ઘટાડો કરવામાં છે. ૈર્ંંઝ્રન્ અનુસાર ૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૦૨ રૂપિયા ઘટવાથી ૧૯૯૮.૫ થઇ છે. જાેકે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

LPG.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *