Delhi

નવા શ્રમ કાયદાથી કર્મચારીઓને થતાં ફાયદા અંગે જાણો

નવીદિલ્હી
હાલ કર્મચારીઓના કામના કલાકો અને રજા (પેઇડ /પ્રિવિલેજ લીવ) કેન્દ્રીય સ્તરે ફેક્ટરીઝ એક્ટ, ૧૯૪૮ અને રાજ્ય સ્તરે સંબંધિત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ દ્વારા કોન્ટ્રોલ થાય છે. સરકારનું મુખ્ય ધ્યાન કામકાજના કલાકો અને ફેક્ટરી કામદારોની રજાઓ તેમજ સર્વિસ ઈન્ડસ્ટ્રીને સુવ્યવસ્થિત કરવાનું છે. સરકારે નવા લેબર કોડ રજૂ કરીને આ ખાલી ગેપ ભરવાનો પ્રયાસ કર્યો છે. આ લેબર કોડ્‌સ દરેક ઉદ્યોગને લાગુ પડશે. જાે કે, સંબંધિત રાજ્ય સરકારો હજી પણ કામના કલાકોનું નિયમન કરી શકે છે અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના માધ્યમથી તે પડતું પણ મૂકી શકે છે. નવા લેબર કોડ હેઠળ સરકાર માત્ર કામદારો તરીકે વર્ગીકૃત કરવામાં આવતા કર્મચારીઓને જ લાભ આપવા તૈયાર છે. સરકારે મેનેજરીયલ, એડમિનિસ્ટ્રેટિવ અને સુપરવાઇઝરી સ્ટાફના કામના કલાકો અને રજાને સ્પર્શ કર્યો નથી. તેઓ રાજ્ય સરકારના સંબંધિત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા દ્વારા કન્ટ્રોલ થશે. નવા લેબર કોડ્‌સ હેઠળ ‘કામદારો’ની વ્યાખ્યા ફેક્ટરીઝ એક્ટ હેઠળ પૂરી પાડવામાં આવેલી કામદારોની વ્યાખ્યાની તર્જ પર છે, જાે કે, ઉપરોક્ત લાભો ફક્ત બ્લુ કોલર કામદારો માટે જ લાગુ પડે છે તેવો તેનો અર્થ નથી. નવી વ્યવસ્થા હેઠળ સર્વિસ સેક્ટર સહિત તમામ ઉદ્યોગોને નવા લેબર કોડના એકસમાન અમલીકરણને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિગત ફાળો આપનાર (સુપરવાઇઝર માટે મુખ્યત્વે મેનેજરીયલ/એડમિનિસ્ટ્રેટિવ કે સુપરવાઇઝરી ભૂમિકામાં ન હોય તેવી વ્યક્તિ માટે દર મહિને વેતનની રૂ. ૧૮,૦૦૦ની મર્યાદા નક્કી કરવામાં આવી છે) પછી ભલેને તેને સોંપવામાં આવેલ કામ અથવા મહેનતાણા (સુપરવાઇઝરના કિસ્સા સિવાય)ને ધ્યાનમાં લીધા વિના તે નવા લેબર કોડ્‌સ હેઠળ કામદાર તરીકે લાયક હોવો જાેઈએ. ઉદાહરણ તરીકે સોફ્ટવેર ડેવલપર. તે વ્યક્તિગત ફાળો આપનાર હોય તથા મેનેજમેન્ટરી, એડમિનિસ્ટ્રેટિવ અને સુપરવાઇઝરી ફરજાે ધરાવતો ન હોય અને તેની પાસે વાર્ષિક રૂ. ૨૦ લાખનું સીટીસી હોય, ત્યારે પણ તેને નવા લેબર કોડ્‌સ હેઠળ કામદાર તરીકે ગણવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે, કાયદો કામદારોની વ્યાખ્યાને ફેક્ટરીઓ સુધી મર્યાદિત કરતો નથી, તેથી તે સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીને પણ લાગુ પડે છે. બીજી તરફ ભારતીય કોર્પોરેટ્‌સમાં આ બાબતે ભાગ પડી ગયા છે. ઘણા કોર્પોરેટ ઉપર જણાવેલ દૃષ્ટિકોણને ટેકો આપતા નથી. જેથી સરકારને આ સંદર્ભમાં જરૂરી સ્પષ્ટતા પૂરી પાડવા માટે પ્રોફેશનલ / લીગલ ફર્મ / ઈન્ડસ્ટ્રીયલ બોડી તરફથી વારંવાર વિનંતી કરવામાં આવી રહી છે નવા લેબર કોડ્‌સ હેઠળ ડેઇલી અને વિકલી કામકાજના કલાકોની મર્યાદા અનુક્રમે ૧૨ કલાક અને ૪૮ કલાક નક્કી કરવામાં આવી છે. આને કારણે ૪ દિવસના કામના અઠવાડિયાના અમલીકરણ માટે માર્ગ મોકળો થયો છે. આ ઉપરાંત ઉદ્યોગોમાં ક્વાર્ટરમાં કામદારો માટે ઓવરટાઇમના મહત્તમ કલાકોની સંખ્યા ૫૦ કલાકથી વધારીને ૧૨૫ કલાક કરવામાં આવી છે. આનાથી કંપનીઓને ૪ દિવસ કામ કરવાની પદ્ધતિ સ્વીકારવા અને જાે જરૂરી હોય તો સપ્તાહના અંતે કામદારોને રોજગારી આપવા માટે અનુકૂળતા મળશે. ૪ દિવસના વર્ક વિક બેધારી તલવાર તરીકે કામ કરી શકે છે, કારણ કે એક તરફ કામદારોને આરામના લાંબા સમયગાળાથી ફાયદો થશે. પરંતુ બીજી બાજુ અઠવાડિયામાં દિવસે લાંબા કામના કલાકો હોવાથી કામદારોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેવી જ રીતે ઓવરટાઇમ મર્યાદામાં વધારો કરવાથી કામદારોને વધારાની કમાણી થઈ શકે, પરંતુ વધુ કલાકો સુધી કામ કરવું પડે અથવા સંભવતઃ સપ્તાહના અંતે પણ કામ કરવું પડી શકે.સતત બદલાતા જતા કોર્પોરેટ જગતમાં કામના કલાકો અને રજા સહિતની કામકાજની પરિસ્થિતિઓને કંટ્રોલ કરવાની અને તર્કસંગત બનાવવાની તાતી જરૂર હતી. ત્યારે એમ્પ્લોયર અને કર્મચારીના સંબંધોને લગતા નિયમોમાં સુધારો કરવા અને શ્રમ કાયદામાં સુધારો કરવા માટે સરકારે ચાર લેબર કોડ જાહેર કર્યા છે. નવા ઘડવામાં આવેલા લેબર કોડ્‌સમાં વેતન, સોશિયલ સિક્યુરિટી (પેન્શન, ગ્રેચ્યુઇટી), શ્રમ કલ્યાણ, આરોગ્ય, સલામતી અને કામ કરવાની સ્થિતિને લગતા અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *