Delhi

નીતિન ગડકરીએ કહ્યું કે હું એવી સિસ્ટમ ફીટ કરીશ કે નબળા પુલ હશે તો એલાર્મ વાગશે

નવીદિલ્હી
મોરબી પુલ દુર્ઘટના સાથે જાેડાયેલ એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તેઓ એક એવી સિસ્ટમ લગાવશે, જે નબળા થઈ રહેલા બ્રિજ વિશે પહેલાથી જાણ કરી દેશે. તેમણે કહ્યું કે, પુલ ક્યાંય પણ ખરાબ હોય, તેના વિશે દિલ્હીમાં બેઠા બેઠા ખબર પડી જશે. સરકારી આંકડા અનુસાર, ૩૦ ઓક્ટોબરે મોરબીમાં થયેલા કેબલ પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા. ચૂંટણી રાજ્યમાં આ ભયંકર અકસ્માત બાદ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષના ટાર્ગેટ પર આવી ગઈ હતી. વિપક્ષ મોરબી પુલ દુર્ઘટનાને લઈને સરકારને સવાલ પુછી રહ્યા છે. દુર્ઘટનાને લઈને વિપક્ષ તરફથી કરવામાં આવેલી ટિકા અને માગમાં આવી રહેલા સમાધાનને ળઈને એક ટીવી ચેનલે જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સવાલ પુછ્યો તો, તેમણે જવાબ આપ્યો કે, કેટલાય પુલનો રેકોર્ડ તૈયાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, હું ઓસ્ટ્રેલિયા ગયો હતો, દુનિયાની ટેક્નોલોજી પર અધ્યયન કરવા, નાસિકમાં આપણા લોકોએ રિસર્ચ કર્યું છે કે અમે પુલમાં એવી સિસ્ટમ લગાવી દઈશું કે, દિલ્હીમાં બેઠા બેઠા આપણા કોમ્પ્યુટર પર ખબર પડી જશે કે ક્યો પુલ પડવાનો છે, ક્યો પુલ નબળો છે. મેં ૮૦ હજાર પુલનો એક રેકોર્ડ તૈયાર કર્યો છે અને હું હજૂ ત્રણ ચાર લાખ પુલનો રેકોર્ડ તૈયાર કરાવીશ અને કોર્પોરેશન, નગર પરિષજ અને સ્ટેટ, તમામ બ્રિજનો રેકોર્ડ એક જગ્યાએ હશે અને જ્યાં આવી કોઈ શંકા છે, ત્યાં રેડ અલાર્મ વાગશે. તરત જ હું કોર્પોરેશનને, રાજ્ય સરકારને અને એનએચએઆઈને જણાવી દઈશ કે આ બ્રિજ ખરાબ છે. આ આખી સિસ્ટમ અમે તૈયાર કરી રહ્યા છીએ.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *