નવીદિલ્હી
પ્રશાંત કિશોરની ઓફરવાળા દાવા પર વાત કરતા હાલમાં જ બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે, તેમણે ચાર પાંચ વર્ષ પહેલા અમને કોંગ્રેસ સાથે વિલય કરવા માટે કહ્યું હતું. તેમની આ વાત પર વળતો જવાબ આપતા પીકેએ કહ્યું કે, નીતિશ કુમારની ઉંમરની અસર દેખાઈ રહી છે. તેઓ કહેવા કંઈ બીજૂ માગે છે, અને કહેવાય જાય છે અલગ. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે આ મુદ્દા પર વાત કરતા કહ્યું કે, નીતિશ કુમાર પર હવે ધીમે ધીમે તેમની ઉંમરની અસર દેખાવા લાગી છે. તેઓ એકલા પડી ગયા છે, જેના કારણે તેઓ કંઈ પણ બોલી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, હું ભાજપના એજન્ડા પર કામ કરી રહ્યો છું, અને પાછા કહી રહ્યા છે કે, મેં તેમને કોંગ્રેસ સાથે વિલય કરવાની વાત કહી. પીકેએ કહ્યું કે, તે ભ્રમિત અને રાજકીય રીતે એકલા પડી ગયા છે. તેઓ એવા લોકોથી ઘેરાયેલા છે, જેમના પર તેઓ વિશ્વાસ કરી શકે નહીં. હકીકતમાં હાલમાં જ બિહારમાં પોતાની જન સુરાજ યાત્રા દરમિયાન પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે, સીએમ નીતિશ કુમારે થોડા દિવસ પહેલા તેમને કહ્યું હતું કે, તેઓ પાછા ફરે અને તેમનું કામ સંભાળે. પીકેએ કહ્યું કે, મેં ના પાડી દીધી. પીકેએ કહ્યું કે, નીતિશ કુમારની ઈચ્છા હતી કે, તેઓ ફરીથી તેમની સાથે જાેડાઈ જાય અને કામ સંભાળે, પણ હવે તે શક્ય નથી. કારણ કે તેઓ ૩૫૦૦ કિમી લાંબી યાત્રા પર ફોક્સ કરી રહ્યા છે.
