Delhi

નેતાજીની હોલોગ્રામ પ્રતિમા ઈતિહાસનો બહુપ્રતીક્ષિત સુધારો ઃ વિદેશ મંત્રી

નવીદિલ્હી
નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યા પછી એક સભાને સંબોધતા, વડા પ્રધાને કહ્યું હતું કે, ૨૦૪૭ માં દેશની આઝાદીના સોમા વર્ષ પહેલા વિશ્વની કોઈ પણ શક્તિ ‘નવા ભારત’ના નિર્માણનું લક્ષ્ય પ્રાપ્ત કરતા અટકાવી શકશે નહીં. આ સાથે જ કોંગ્રેસની અગાઉની સરકારો પર આડકતરી રીતે નિશાન સાધતા તેમણે કહ્યું કે, આઝાદી બાદ દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે અનેક મહાન વ્યક્તિઓના યોગદાનને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આજે દેશ આ ભૂલોને સુધારી રહ્યો છે. પીએમે કહ્યું કે, આપણે નેતાજી બોઝની “કેન ડુ” અને “વીલ ડુ”ની ભાવનામાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડશે. બોઝે આપણામાં આઝાદ અને સાર્વભૌમ ભારત હોવાનો આત્મવિશ્વાસ જગાવ્યો અને બ્રિટિશ શાસકોને ગર્વ, સ્વાભિમાન અને હિંમત સાથે કહ્યું કે, તેઓ આઝાદીની ભીખ નહીં માંગે પણ તેને હાંસલ કરશે. આ એક ઐતિહાસિક દિવસ છે, એક ઐતિહાસિક સ્થળ છેપઆ પ્રતિમા આપણા રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે. સ્વતંત્રતા સંગ્રામમાં લાખો દેશવાસીઓની તપસ્યા સામેલ હતી પરંતુ તેમના ઈતિહાસને પણ સીમિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આજે આઝાદીના દાયકાઓ પછી દેશ તે ભૂલોને સુધારી રહ્યો છે. મોદીએ બિરસા મુંડાના સન્માનમાં આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી, ડૉ. ભીમ રાવ આંબેડકર સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળોના નિર્માણ અને પ્રચાર માટે, સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ, ભૂતકાળની ભૂલોને સુધારવા જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો. . વડાપ્રધાને કહ્યું કે, લોકો હવે આઝાદીના સોમા વર્ષમાં નેતાજીના સપનાને સાકાર કરવાનું લક્ષ્ય રાખશે. તેમની સરકારે આંદામાનમાં એક ટાપુનું નામ નેતાજીના નામ પર રાખવાનો અને તેમની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કર્યું છે. હોલોગ્રામ પ્રતિમા ૩૦,૦૦૦ લ્યુમેન ૪દ્ભ પ્રોજેક્ટર દ્વારા સંચાલિત કરવામાં આવશે. એક અદ્રશ્ય ૯૦ ટકા પારદર્શક હોલોગ્રાફિક સ્ક્રીન એવી રીતે મૂકવામાં આવે છે કે તે મુલાકાતીઓને જાેઈ શકાતી નથી. સરકારે કહ્યું છે કે હોલોગ્રામની અસર બનાવવા માટે તેના પર નેતાજીની ૩ડી તસવીર મૂકવામાં આવશે. આ પ્રતિમાનું કદ ૨૮ ફૂટ ઊંચું અને ૬ ફૂટ પહોળું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય રાજધાનીના ઈન્ડિયા ગેટ ખાતે તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નેતાજીની હોલોગ્રાફિક પ્રતિમાના અનાવરણની પ્રશંસા કરતા કહ્યું કે, તે “ઇતિહાસનો લાંબા સમયથી રાહ જાેવાતો સુધારો” છે. તેમણે ટિ્‌વટર પર એમ પણ કહ્યું કે આ ન્યૂ ઈન્ડિયાનો સંદેશ છે. વિદેશ મંત્રી જયશંકરે પોતાના પ્રથમ ટ્‌વીટમાં કહ્યું કે, “ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હાજરી ઇતિહાસમાં લાંબા સમયથી રાહ જાેવાતી સુધારણા છે. સામ્રાજ્યવાદ સામે લડનાર અને સંસ્થાનવાદનો અંત લાવવા દબાણ કરનાર નેતાને યોગ્ય રીતે ઓળખવામાં આવે છે. દુનિયા સાથે વ્યવહાર કરતી વખતે આપણે આપણી જાત પ્રત્યે સાચા રહીશું.

Foregin-Minister-of-India-S-Jaishankar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *