Delhi

નેપાળથી ઉત્તરાખંડ સુધી રાતના સમયે ૩ વખત આવ્યો જાેરદાર ભૂકંપ

નવીદિલ્હી
નેપાળથી લઈને ઉત્તરાખંડ સુધી ફરી એક વાર ધરતી ધણધણી છે. નેપાળમાં એક કલાકની અંદર બે વાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તો વળી ઉત્તરકાશીમાં બુધવારે સવારે ૨.૧૯ કલાકે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૩.૧ હતી. નેપાળમાં આવેલા ભૂકંપની તીવ્રતા ઉત્તરકાશીથી ખૂબ વધારે હતી. ભૂકંપના ઝટકા અનુભવતા જ લોકો ઘરોમાંથી બહાર નીકળી ભાગવા લાગ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરે જણાવ્યું છે કે, બુધવારે સવારે નેપાળના બાગલુંગ જિલ્લામાં ૪.૭ અને ૫.૩ તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. એનઈએમઆરસીએ જણાવ્યું છે કે, બાગલુંગ જિલ્લાના અધિકારી અને આજૂબાજૂમાં ૧.૨૩ કલાક પર ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો વળી બીજાે ભૂકંપ બાગલુંગ જિલ્લાના ખુંગા નજીક ૨.૦૭ કલાક પર આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૫.૩ હતી. આ ઉપરાંત ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બુધવારે સવારે ૨ કલાકને ૧૯ મીનિટ પર ધરતી હલી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૧ હતી, આ ભૂકંપના ઝટકાથી હાલમાં તો કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આપને જણાવી દઈએ કે, નેપાળના બાગલુંગ અને ઉત્તરકાશીમાં આ ભૂકંપના ઝટકા એવા સમયે અનુભવાયા હતા, જ્યારે લોકો ગાઢ નીંદરમાં સુઈ રહ્યા હતા. ભૂકંપ આવતા જ લોકો ડરી ગયા અને ઘરોમાંથી બહાર નીકળી ભાગવા લાગ્યા હતા. લોકોએ પોતાના ઘરોની ભૂકંપના કારણે ડોલવા લાગી અને તે જાેઈ ભાગવા લાગ્યા હતા. આપને જણાવી દઈએ કે, હાલમાં દેશમાં શીતલહેર પણ ચાલી રહી છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *