Delhi

નોઈડામાં નશામાં ધુત ત્રણ છોકરીઓનો હાઇ વોલ્ટેજ ડ્રામા,ત્રણે વિરૂદ્ધ કાર્યવાહી,એક ફરાર થઇ

નોઇડા
નોઇડાના ફેસ -૩ પોલીસ મથકના સેક્ટર-૧૨૧ માં સ્થિત અજનારા હોમ્સ સોસાયટીમાં શુક્રવારે મોડી રાત્રે ત્રણ છોકરીઓનો હાઇ વોલ્ટેજ ડ્રામા જાેવા મળ્યો. દારૂના નશામાં ધૂત ત્રણ છોકરીઓએ સોસાયટીના ગાર્ડના સાથે ગેરવર્તણૂક કરી. છોકરીઓ સોસાયટીમાં બળજબરીપૂર્વક કાર ઘૂસાડવાનો પ્રયત્ન કરી રહી હતી. કારમાં સોસાયટીના સ્ટીકર ન હોવાથી ગાર્ડે તેમને રોકી લીધી. આ વાતના લીધે ક્રોધે ભરાઇ ગઇ અને ગાર્ડ સાથે ગાળાગાળી કરવા લાગી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જાેકે ત્રણ છોકરીઓનો હાઇ વોલ્ટેજ ડ્રામા સેક્ટર -૧૨૧ સ્થિત અજનારા હોમ્સ સોસાયટીમાં જાેવા મળ્યો. શુક્રવારે મોડી રાત્રે છોકરીઓ ગાડીમાં સવાર થઇને બહારથી આવી હતી. તે સોસાયટીની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી રહી હતી. જેના પર સોસાયટીના ગેટ પર તૈનાત ગાર્ડે સોસાયટીનું સ્ટીકર ગાડી પર ન લગાવેલું હોવાથી તેમને રોકી લીધી. તેના પર છોકરીઓએ ગાડીમાં ઉતરી ગેટ પર તૈનાત ગાર્ડ સાથે ગેરવર્તણૂક કરી અને ગાળો બોલવાનું શરૂ કરી દીધું. છોકરીઓનો હંગામો જાેઇને ત્યાં હાજર લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું . સાથે છોકરીઓને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો. તેના પર છોકરીઓ લોકો પર ગુસ્સે કરવા લાગી અને ગેરવર્તણૂક શરૂ કરી દીધી. સોસાયટીના રહીશો દ્વારા ઘટનાસ્થળે પોલીસ બોલાવવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્રણે છોકરીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી, જેમાં બે છોકરીઓના ચલણ ફાડ્યા અને એક છોકરી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગઇ. ઘટનાની જાણકારી આપતાં એડીસીપી સેંટ્રલ નોઇડા સાદ મિયા ખાને જણાવ્યું કે છોકરીઓના હંગામાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં છોકરીઓ એક ગાર્ડ સાથે ગેરવર્તણૂક જાેવા મળી રહી છે. વીડિયોને સંજ્ઞાનમાં લઇને આરોપી છોકરીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હોબાળો કરનાર બે છોકરીઓના ચલણ ફાડવામાં આવ્યા છે, જ્યારે છોકરી ફરાર થઇ ગઇ છે.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *