Delhi

પંજાબમાં ૧૨ ડોક્ટરોએ વિધાનસભામાં સ્થાન મેળવ્યું

નવીદિલ્હી
પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીઓમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળનું પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી ખરાબ રહ્યુ હતુ. આમ આદમી પાર્ટીની જીત સાથે પંજાબને ભગવંત માનના રૂપમાં નવા સીએમ મળ્યા છે. આ સિવાય ઈતિહાસમાં આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે, જ્યારે ૧૨ એમબીબીએસ ડોકટરોએ તેમના વિરોધીઓને હરાવીને પંજાબ વિધાનસભામાં જગ્યા બનાવી છે. આ ૧૨ એમબીબીએસ ડોક્ટરોમાંથી ૯ આમ આદમી પાર્ટીના છે. જ્યારે શિરોમણી અકાલી દળનો એક, બસપાનો એક અને કોંગ્રેસનો એક છે.જેમાંથી મોટાભાગના ડોકટરો પ્રથમ વખત ચૂંટણી લડ્યા છે. ‘આપ’ની ટિકિટ પર પંજાબ વિધાનસભા પહોંચેલા ડૉક્ટરોમાં તરનતારનથી ડૉ.કાશ્મીર સિંહ સોહલ, ચમકૌર સાહિબથી ડૉ.ચરનજીત સિંહ, અમૃતસર પૂર્વથી ડૉ.ઈન્દરબીર નિજ્જર, મલોટથી ડૉ.બલજીત કૌર, માનસાથી ડૉ.વિજય સિંગલા, ડૉ. મોગા અરોરાથી ડો.અમનદીપ કૌર, શામ ચૌરાસીથી ડો.રવજાેત સિંઘ અને પટિયાલા ગ્રામીણમાંથી ડો.બલબીર સિંહનો સમાવેશ થાય છે. જ્યારે ચબ્બેવાલથી કોંગ્રેસના ડૉક્ટર રાજ કુમાર ચબ્બેવાલ જીત્યા છે. બસપાના ડૉ. નછતર પાલ નવાશહેરથી અને અકાલી દળના ડૉ. શુકવિન્દર કુમાર સુખી બંગા મતવિસ્તારથી જીત્યા છે. મોગાના કરણ રઝવાનિયા એ કહ્યું, “પંજાબ માટે એ સારી વાત છે કે શિક્ષિત લોકો રાજકારણમાં ભાગ લઈ રહ્યા છે અને ચૂંટણી જીતી રહ્યા છે. આવા સંખ્યાબંધ ડોકટરો પંજાબ વિધાનસભામાં પહોંચ્યા છે. હવે અમે આશા રાખીએ છીએ કે તેઓ આરોગ્ય ક્ષેત્રને પ્રાથમિકતા આપશે અને રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે કામ કરશે.” પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૪૨ ટકા મતો સાથે ત્રણ-ચતુર્થાંશ બહુમતી મેળવી છે, જે ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીમાં ૧૮ ટકા વધુ છે. કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી જેવા મોટા પક્ષોને પાછળ છોડીને ‘આપ’ ૧૧૭ સભ્યોની પંજાબ વિધાનસભામાં ૯૨ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

Panjab-Election-12-MBBS-doctors-won-election-after-defeating-their-opponents.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *