નવીદિલ્હી
ટિ્વટર પર એક પછી એક મહત્વના સોશિયલ હેન્ડલ હેક થવાના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા યુજીસીના ટિ્વટર હેન્ડલને હેક કરવામાં આવ્યુ, હવે પંજાબ કોંગ્રેસના અધિકૃત ટિ્વટર હેન્ડલને હેકર્સે હેક કરી લીધુ છે. હેકરે પંજાબ કોંગ્રેસના ટિ્વટર હેન્ડલને હેક કરીને એક પોસ્ટ શેર કરી છે અને તેની પિન કરી છે. હેકરે લખ્યુ બીન્જ ઑફિશિયલ કલેક્શનની ઉજવણી કરવા માટે અમે આગલા ૨૪ કલાક માટે એનએફટી ટ્રેડર્સ માટે એરડ્રૉપને એક્ટિવ કરી દીધુ છે. તમે પોતાના બીન્જને ક્લેમ કરી શકો છો. આની નીચે બીન્જ આર્મીની લિંક પણ શેર કરવામાં આવી છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ પંજાબમાં કોંગ્રેસની શરમજનક હાર બાદ રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ અમરિંદર સિંહ બરારને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બરાર ગઈ કોંગ્રેસ સરકારમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા. આ ચૂંટણીમાં તેમણે ગિદેરબહા વિધાનસભા સીટથી જીત મેળવી હતી. બરારના પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનવા સાથે જ એ અટકળો પર પણ વિરામ લાગી ગયુ જેમાં કહેવામાં આવી રહ્યુ હરતુ કે પૂર્વ રાજ્યસભા સાંસદ પ્રતાપસિંહ બાજવાને પ્રદેશ પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.


