નવીદિલ્હી
આમ આદમી પાર્ટીના પંજાબના ધારાસભ્ય પ્રોફેસર બલજિંદર કૌરનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બલજિંદર કૌરને તેમના પતિ થપ્પડ મારતા જાેવા મળી રહ્યા છે. જાણકારી પ્રમાણે બલજિંદર કૌરનો પોતાના પતિ સુખરાજ સિંહ બલ સાથે વિવાદ ચાલી રહ્યો છે. આવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિવાદના કારણે આ ઘટના બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો વીડિયો બે મહિના પહેલાનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક ઘર જાેવા મળે છે, જેના બારણે કેટલાક લોકો ઉભા છે. આ દરમિયાન સુખરાજ સિંહ બલ પહેલા પોતાના ઘરની અંદર ચર્ચા કરી રહ્યા હોય છે અને પછી ખુરશી બેસી જાય છે. પછી બલજિંદર કૌર અંદર આવે છે અને તેને ગુસ્સામાં કશું કહેતા જાેવા મળે છે. આ દરમિયાન સુખરાજ સિંહ બલ ઉઠે છે અને બલજિંદરને થપ્પડ મારે છે. જાેકે આ પછી ત્યા ઉપસ્થિત લોકો વચ્ચે પડીને છોડાવે છે. તમને જણાવી દઈએ કે બઠિંડાના તલવંડી સાબોથી ધારાસભ્ય બલજિંદર કૌર રાજ્યના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક છે.
