Delhi

પતિના મિત્ર સાથે ફરી રહી હતી પત્ની, પતિએ રંગેહાથ પકડી, રસ્તા પર જાેરદાર શરુ થયો ડ્રામા

આગ્રા,
ઉત્તર પ્રદેશના આગ્રામાં પતિ-પત્ની અને તેના પુરૂષ મિત્રનો હાઈ પ્રોફાઇલ મામલો સામે આવ્યો છે. પત્ની પોતાના પુરૂષ મિત્ર સાથે ફરી રહી હતી, ત્યારે પુત્રીને બાઇક પર બેસાડી પતિ પણ પત્નીની પાસે પહોંચી ગયો. સિકંદરા પર પત્ની અને પુરૂષ મિત્રની સાથે સ્કૂટી પર બેસી મજાથી જઈ રહી હતી. પત્ની પર નજર પડતા જ પતિએ હાઈવે પર સ્કૂટર રોકાવવા માટે બરાડા પાડવાનું શરૂ કરી દીધું હતું. પતિની પાછળ બેઠેલા વ્યક્તિએ મહિલા અને તેના પુરૂષ મિત્રનું વાહન રોકવા માટે વીડિયો બનાવવાનું શરૂ કરી દીધુ. આ દરમિયાન પતિ રસ્તા પર જાેરજાેરથી રાડો પાડવા લાગ્યો હતો. રસ્તા પર લોકો પણ ભેગા થઈ ગયા હતા. ગાડી ઝડપથી ભગાવી પતિએ પત્ની અને તેના પુરૂષ મિત્રનું સ્કૂટર ઉભું રખાવી દીધું. જાણવા મળી રહ્યું છે કે બંને વચ્ચે મારપીટ પણ થઈ હતી. માહિતી મળતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે પતિ અને મહિલાના પુરૂષ મિત્રનું શાંતિ ભંગની કલમો હેઠળ ચલણ કાપી દીધુ. સાથે ભવિષ્યમાં આમ ન કરવાની ચેતવણી આપી હતી. જાણવા મળી રહ્યું છે કે મહિલાના લગ્ન એક દાયકા પહેલા થયા હતા. તેને એક પુત્રી પણ છે. મહિલાના નજીકી સંબંધ એક કારોબારી સાથે છે. પતિને શંકા ગઈ હતી કે મહિલાના કોઈ અન્ય સાથે સંબંધ છે, ત્યારબાદ બંને વચ્ચે બબાલ થતી હતી. પત્ની આજે ઘરે જણાવ્યા વગર નિકળી તો પતિએ તેનો પીછો કર્યો હતો. તેની શંકા સાચી પડી. પત્નીને તેના પુરૂષ મિત્ર સાથે રંગેહાથ ઝડપી લીધી. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *