નવીદિલ્હી
પૂર્વ મુખ્યમંત્રીએ લખનઉમાં ભગવાન પરશુરામના નવનિર્મિત મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ દસમા તબક્કાની સમાજવાદી વિજય યાત્રાને આગળ વધારી હતી. સપા અધ્યક્ષે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાંધતા કહ્યું કે જે વ્યક્તિની ઉપર તમામ ગંભીર કલમોમાં કેસ નોંધાયો હતો, ભાજપે તેને મુખ્યમંત્રી બનાવી દીધા. ભાજપના ઘણા બધા નેત જે વૃદ્ધ છે, જે કેટલાંય વર્ષોથી પરસેવો પાડીને પાર્ટીને મજબૂત કરી રહ્યા હતા તેઓ કેટલીય વખત કહે છે કે અમે તો લોહી-પરસેવો પાડી રહ્યા હતા, આ ના જાણે કયાંથી આવ્યા તેમને અમારી ઉપર બેસાડી દીધા. યોગી આદિત્યનાથની આગામી વિધાનસભા ચૂંટણી લડવા સંબંધિત પ્રશ્ન પર યાદવે કહ્યું કે જ્યારે તેઓ પ્રજાની વચ્ચે જશે તો તેમને પૂછવામાં આવશે કે રોજગારી આપવી અને ખેડૂતોની આવક બમણી કરવી સહિત તમામ વચનો કેમ પૂરા થઇ રહ્યા નથી. તેમણે કટાક્ષ કર્યો કે બધા લોકો જાણતા હશે કે જ્યારે તેમના દીકરાઓ પરીક્ષામા પાસ ના થઇ રહ્યા હોય ત્યારે કેટલીય વખત માતા-પિતા અને કાકા પણ જાય છે થોડીક નકલ કરાવા માટે. અમારા બાબા મુખ્યમંત્રી ફેલ થઇ ચૂકયા છે, હવે તેમને કોઇ પાસ કરાવી શકતા નથી અને જે લોકો તેમને પાસ કરાવા જઇ રહ્યા છે તેઓ પણ પાસ કરાવી શકશે નહીં. યાદવે ખુદને વિધાનસભા ચૂંટણી લડવાની સંભાવના અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર કહ્યું કે જ્યાંથી તેમની પાર્ટી કહેશે ત્યાંથી તેઓ વિધાનસભા ચૂંટણી લડશે.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદનો રસ્તો જ અસલમાં રામરાજ્યનો માર્ગ છે. યાદવે દાવો કર્યો કે ભગવાન શ્રીકૃષ્ણ દરરોજ રાત્રે તેમના સપનામાં આવે છે અને કહે છે કે સમાજવાદી સરકાર બનવા જઇ રહી છે. યાદવે લખનઉમાં કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ મારા પણ સપનામાં આવે છે અને કાલે પણ આવ્યા હતા, દરરોજ આવે છે અને કહે છે સમાજવાદી સરકાર બનવા જઇ રહી છે. તેમણે કહ્યું કે ભાજપ મોટાભાગે રામરાજ્યની વાતો કરે છે પરંતુ અસલમાં સમાજવાદનો રસ્તો જ રામરાજ્યનો રસ્તો છે. તેમણે કહ્યું કે સમાજવાદનો રસ્તો જ રામરાજ્યનો રસ્તો છે. જે દિવસે સંપૂર્ણરીતે સમાજવાદ લાગૂ થઇ જશે એ દિવસથી રામરાજ્ય શરૂ થઇ જશે.
