Delhi

પાકિસ્તાની ફિલ્મને લઈને ભારતમાં મચ્યો હંગામો, સ્દ્ગજી નેતાએ આપી ધમકી

નવીદિલ્હી
ફવાદ ખાન અને માહિરા ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘્‌રી ન્ીખ્તીહઙ્ઘ ર્ંક સ્ટ્ઠેઙ્મટ્ઠ ત્નટ્ઠંં’એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં તમામ પાકિસ્તાની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં ૧૩ ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. ભૂતકાળમાં આવેલા અનેક મીડિયા અહેવાલ પ્રમાણે હવે આ ફિલ્મને ભારતમાં પણ રિલીઝ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાની ફિલ્મ ‘્‌રી ન્ીખ્તીહઙ્ઘ ર્ંક સ્ટ્ઠેઙ્મટ્ઠ ત્નટ્ઠંં’ની ભારતમાં રિલીઝ કરવા મામલે દેશમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (સ્દ્ગજી)ના નેતા અમેય ખોપકરે ‘્‌રી ન્ીખ્તીહઙ્ઘ ર્ંક સ્ટ્ઠેઙ્મટ્ઠ ત્નટ્ઠંં’ ભારતમાં રિલીઝ નહીં કરવાની ધમકી આપી છે. અમેય ખોપકરે ટિ્‌વટર દ્વારા આ ફિલ્મની રિલીઝ પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે ટિ્‌વટમાં લખ્યું કે, ‘પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘્‌રી ન્ીખ્તીહઙ્ઘ ર્ંક સ્ટ્ઠેઙ્મટ્ઠ ત્નટ્ઠંં’ ભારતમાં રિલીઝ કરવાની યોજના છે. સૌથી રોષની વાત તો એ છે કે એક ભારતીય કંપની આ યોજનાનું નેતૃત્વ કરી રહી છે. પરંતુ રાજ સાહેબના આદેશ મુજબ અમે આ ફિલ્મને ભારતમાં ક્યાંય પણ રિલીઝ થવા દઈશું નહીં. આટલું જ નહીં અમેય ખોપકરે અન્ય એક ટિ્‌વટમાં ફવાદ ખાનના ભારતીય ચાહકોને દેશદ્રોહી કહ્યા છે. તેણે લખ્યું છે કે ‘ફવાદ ખાનના ચાહકો, દેશદ્રોહી પાકિસ્તાનમાં જઈને તેની ફિલ્મ જાેઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે ‘્‌રી ન્ીખ્તીહઙ્ઘ ર્ંક સ્ટ્ઠેઙ્મટ્ઠ ત્નટ્ઠંં’ પાકિસ્તાનમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મે વિદેશોમાં કમાણીના મામલામાં તમામ પાકિસ્તાની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ સાથે સાથે તે ફિલ્મે બોલિવૂડની ઘણી ફિલ્મોને પણ પછાડી દીધી છે. આ ફિલ્મ ૨૦૦ કરોડની કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે પાકિસ્તાનમાં ૮૦ કરોડની કમાણી કરી છે. જ્યારે વિદેશમાં આ ફિલ્મે ૧૨૦ કરોડનું કલેક્શન કર્યું છે. ‘્‌રી ન્ીખ્તીહઙ્ઘ ર્ંક સ્ટ્ઠેઙ્મટ્ઠ ત્નટ્ઠંં’ ક્લાસિક ફિલ્મ ‘મૌલા જટ્ટ’ની રિમેક છે. આ ફિલ્મ નૂરી નટ્ટ અને મૌલા જટ્ટ વચ્ચેની દુશ્મનાવટ પર આધારિત છે. આ ફિલ્મનું નિર્માણ ડૉ. અસદ જમીલ ખાન અને અમ્મારા હિકમત દ્વારા કરવામાં આવ્યું છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *