નવીદિલ્હી
વિદેશી મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીએમ મોદી ચીનના મુદ્દા પર અડગ છે. તેમણે ચીન-ભારત સીમા પર સૈન્યને મજબૂત રીતે તહેનાત કરવા ર્નિણય કરવો જાેઈએ. તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધોની વાસ્તવિકતા એ છે કે તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારતનો પાડોશી પણ છે. જાેકે આપણો ઈતિહાસ, સંઘર્ષ અને સીમા વિવાદ પણ ચીન સાથે જાેડાયેલો છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી૨૦ સમિટની બેઠકમાં ગયા હતા. અહીં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હાથ મિલાવ્યા હતા. આ મુદ્દા પર વિપક્ષ ઁસ્ મોદીની નિંદા કરી રહ્યા હતા, જેને વિદેશમંત્રીએ ફગાવી દીધી હતી મોદીએ બાલીમાં જી-૨૦ નેતાઓના ડિનર દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી.જયશંકરે કહ્યું કે ચીન સાથે કોઈપણ વ્યવહાર કરવાનો યોગ્ય માર્ગ એ છે કે, હવે આપણે મક્કમ થઈને રહેવું પડશે. સરહદ પર સૈનિકો તહેનાત કરવા જરૂરી છે, તેથી જાે તેઓ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરશે તો અમે તેમની સામે લડવા તૈયાર છીએ. જ્યાં વ્યૂહરચના જરૂરી છે, ત્યાં ઘણી વખત જાહેર થવું પણ જરૂરી બનશે. તેમણે કહ્યું કે આપણા કોઈ પણ પાડોશી દેશને ધ્યાનમાં લીધા વિના આપણે આપણી ક્ષમતાઓને વધારતા રહેવું જાેઈએ. ટાઈમ્સ નાઉ સમિટમાં વિદેશ પ્રધાને વિદેશી બાબતો પર વિવિધ સમસ્યાઓના મુદ્દાઓ પર વિસ્તારપુર્વક વાત કરી. પાડોશી દેશ ચીન વિશે તેમણે કહ્યું કે ચીન સાથે વ્યવહાર કરતી વખતે આપણે બે મોટા પરિબળો ભુલવા જાેઈએ નહી. અમે ચીન સાથે ૧૯૬૨નું યુદ્ધ હારી ચૂક્યા છીએ. આ બાબત આપણે ધ્યાનમાં રાખવી જાેઈએ. બીજું, ચીને આપણા કરતાં ઘણા વર્ષો પહેલા આર્થિક સુધારાની શરૂઆત કરી હતી. જ્યારે આપણા દેશમાં ઘણા વર્ષો પછી આર્થિક સુધારાની શરૂઆત થઈ. અર્થવ્યવસ્થા બાબતે ચીનથી આગળ વધવાનું બાકી છે. હું કોઈના પર આરોપ નથી મુકી રહ્યો પરંતુ કહી રહ્યો છું કે જ્યારે આપણે ચીનની વાત કરીએ છીએ ત્યારે આપણે આ બે કારણોને જાણવા જાેઈએ. આ માત્ર ભારત અને ચીન વચ્ચેની બેધારી ચાલ નથી બીજા અન્ય સેંકડો દેશો પણ છે. ભારતમાં લોકતાંત્રિક સરમુખત્યારશાહી છે આ પ્રશ્નના જવાબ તેમણે કહ્યું કે આવા લોકોને પૂછવું જાેઈએ કે જાે બધુ ઠીક છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ચૂંટણીમાં આટલી મહેનત કેમ કરે છે. તેણે શાંતિથી બેસી રહેવું જાેઈએ. જયશંકરે એમ પણ કહ્યું કે વિદેશથી આવતા ઘણા લોકો એવું કહીને ભારતથી જાય છે કે ભારતમાં આઝાદી નથી. જાે કે એવા બીજા ઘણા દેશો છે જ્યાં આ લોકો આવું બોલે તો કોણ જાણે શું થશે. એસ. જયશંકરે કહ્યું કે આજથી ૧૦ વર્ષ પહેલા સુધી કેટલાક લોકો માટે વિદેશ નીતિનો અર્થ એ હતો કે સુરક્ષા માટે શ્રેષ્ઠ નીતિ એ છે કે સરહદ પર વિકાસ ન કરવો જાેઈએ પરંતુ હવે એવું નથી. તમે તમારી સરહદ પર વિકાસ કર્યા વિના કેવી રીતે જીવી શકો ? જાે ખરેખર તમારે વિશ્વ મહાસત્તા બનવું હોય તો માત્ર વાતો નહી કામ કરવું પડશે. બીજું અમે અમારી સરહદ પર વિકાસ કરી રહ્યા છીએ તો કોઈની વિરુદ્ધમાં નથી. એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે અમારી વિદેશ નીતિ બીજાઓના અનુસાર નથી ચાલતી. અમે એ કરીએ છીએ જે ભારત માટે સારું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે આપણો સૌથી નજીકનો પાડોશી છે પરંતુ તેમની સાથે અમારો ઈતિહાસ ખરાબ રહ્યો છે. આ ઇતિહાસ ૧૯૫૦ના ચીનના પાકિસ્તાન સાથેના સંબંધોનો છે. જ્યાં સુધી સુરક્ષાની ચિંતા છે તો તેની સાથે વ્યવહાર કરવાનો યોગ્ય રસ્તો એ છે કે જરૂરિયાત મુજબ મજબૂત અને મક્કમ રહેવું. પાકિસ્તાન સાથેના સંબંધો વિશે વાત કરતાં એસ.કે. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન એક એવો મુદ્દો છે જેના પર પશ્ચિમી દેશો સાથે અમારો ઐતિહાસિક મતભેદ રહ્યો છે. અને હજી પણ દૂર થયા નથી. ૨૬/૧૧ જેવા મુદ્દાઓ સામે આવ્યા છે જેના પર પશ્ચિમી દેશોએ અમને મજબૂત સમર્થન આપ્યું છે. જાે તમે આતંકવાદીઓને પ્રતિબંધિત કરવાવાળા દેશોની યાદી પર નજર નાખો તો તેમાંથી મોટાભાગના પશ્ચિમી દેશો છે. પરંતુ હજુ પણ આપણે ઘણા મુદ્દાઓ પર મિશ્ર ચિત્ર જાેઈએ છીએ. વૈશ્વિક મુદ્દાઓ પર કોઈ બે દેશોની સ્થિતિ સમાન હોઈ શકે નહીં.