Delhi

પિચ ક્યૂરેટર અને ગ્રાઉન્ડ સ્ટાફને બીસીસીઆઈ લાખો રૂપિયા આપ્યા

નવીદિલ્હી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવી ટ્રોફી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ૨૦ ઓવરમાં ૧૩૦ રન બનાવ્યા હતા. ગુજરાતે ૧૮.૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. મેચમાં હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપવાની સાથે ૩૪ રન પણ બનાવ્યા હતા. આઈપીએલની ૧૫મી સીઝનની સમાપ્તિ થઈ ગઈ છે. આ વખતે ગુજરાત ટાઈટન્સની ટીમે ટ્રોફી કબજે કરી છે. ટૂર્નામેન્ટની લીગ મેચ મુંબઈના વાનખેડે, ડીવાઈ પાટીલ, બ્રેબોન અને પુણેના એમસીએ મેદાનમાં રમાઈ હતી. ત્યારબાદ પિચ ક્યૂરેટર અને ગ્રાઉન્ડ્‌સમેનને બીસીસીઆઈ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ટ્‌વીટ કરીને સ્ટેડિયમના પિચ ક્યૂરેટરને ઈનામ આપવાની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે પિચ ક્યૂરેટર અને ગ્રાઉન્ડ્‌સમેનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે ટ્‌વીટ કરી કહ્યુ કે, મને આઈપીએલના અજાણ્યા હીરોઝ માટે ૧.૨૫ કરોડની પુરસ્કાર રકમની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. તેમણે ટાટા આઈપીએલ ૨૦૨૨માં પોતાનું બેસ્ટ આપ્યું છે. જય શાહે ટ્‌વીટમાં કહ્યુ કે, આપણે આ સીઝનમાં ઘણી હાઈ વોલ્ટેજ ગેમ જાેઈ છે. આ મુકાબલા માટે પિચ ક્યૂરેટર અને ગ્રાઉન્ડ સ્ટાફે ઘણી મહેનત કરી છે. તેવામાં બીસીસીઆઈ વાનખેડે, ડીવાઈ પાટિલ, બ્રેબોર્ન, એમસીએના દરેક પિચ ક્યૂરેક્ટરને ૨૫ લાખ રૂપિયા અને ઈડન ગાર્ડન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પિચ ક્યૂરેટરને ૧૨.૫ લાખ રૂપિયા ઈનામના રૂપમાં આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *