Delhi

પીપીએફ ખાતાની પાકતી મુદત પછી ન્યુનતમ યોગદાનનો વિકલ્પ પસંદ કરી શકાય

નવીદિલ્હી
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (ઁઁહ્લ) શ્રેષ્ઠ રોકાણ વિકલ્પોમાંથી એક છે. આ માત્ર લાંબા ગાળાનું રોકાણ નથી, પરંતુ તેમાં રોકાણ કરનારાઓને આવકવેરામાં છૂટ પણ મળે છે. આવકવેરાની કલમ ૮૦ ઝ્ર હેઠળ વાર્ષિક રૂ. ૧.૫ લાખ સુધીના રોકાણને કરમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત, પાકતી મુદત પર મળેલી સંપૂર્ણ રકમ પણ કરમુક્ત છે, એટલે કે તેના પર પણ કોઈ ટેક્સ ચૂકવવાનો નથી. નિવૃત્તિ આયોજનના સંદર્ભમાં પીપીએફમાં રોકાણ પણ એક સારો વિકલ્પ છે. હાલમાં તેના પર ૭.૧ ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. પીપીએફની પાકતી મુદત ૧૫ વર્ષની છે. પાકતી મુદત પછી પીપીએફની રકમ ઉપાડી લેવી વધુ સારી રહેશે કે પછી તેમાં રોકાણ ચાલુ રાખવું ફાયદાકારક રહેશે, આવા અનેક પ્રશ્નો રોકાણકારોના મનમાં ઘૂમતા રહે છે. ઁઁહ્લ રોકાણકારો પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે જેનો તેઓ ઉપયોગ કરી શકે છે. રોકાણકારો પાસે પહેલો વિકલ્પ એ છે કે તેઓ ૧૫ વર્ષનો સમયગાળો અને તેની પાકતી મુદત પૂરી થયા પછી આ ખાતું બંધ કરી શકે છે. મેચ્યોરિટી પર મળેલી રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. તેથી, રોકાણકારો તેને તેમના બચત ખાતામાં રાખી શકે છે. ૧૫ વર્ષનો સમયગાળો પૂરો થવા પર, તમે કોઈપણ માસિક યોગદાન આપ્યા વિના તેને બીજા ૫ વર્ષ માટે લંબાવી શકો છો. આ સમય દરમિયાન તમારે આ ખાતામાં કોઈ રકમ જમા કરાવવાની જરૂર નથી. તે સમય પ્રમાણે તેના પર વ્યાજ મળતું રહેશે. પરંતુ જાે તમને આ દરમિયાન પૈસાની જરૂર હોય, તો તમે વાર્ષિક ઉપાડ કરી શકો છો. આ માટે ઉપાડની રકમ પર કોઈ મર્યાદા નથી. જાે તમે પાકતી મુદત પછી પણ તમારું ઁઁહ્લ એકાઉન્ટ ચાલુ રાખવા માગો છો, તો આ સમય દરમિયાન તમે તેમાં ન્યૂનતમ યોગદાનનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. આનો અર્થ એ છે કે કોર્પસ સિવાય, તમને નવી થાપણો પર પણ વ્યાજ મળશે. જાે કે, આ સમયગાળા દરમિયાન ઁઁહ્લ ખાતામાંથી ઉપાડને લગતી કેટલીક મર્યાદાઓ છે. જાે તમે ઁઁહ્લ એકાઉન્ટને ૫ વર્ષ માટે લંબાવશો, તો તમે એક્સ્ટેંશન સમયગાળાની શરૂઆતમાં મેચ્યોરિટી રકમના માત્ર ૬૦ ટકા જ ઉપાડી શકો છો. આ સિવાય વાર્ષિક માત્ર એક જ ઉપાડ કરી શકાશે.

PPF-Income-Section-80C-law-teach-to-haw-to-Saving-a-tax.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *