નવીદિલ્હી
એવું લાગી રહ્યું છે કે વિશાલ ગર્ગની આગેવાની હેઠળની બેટર ડોટ કોમ દ્વારા જે ‘ખરાબ’ વલણ સેટ કરવામાં આવ્યું હતું, જેનુ પાલન હવે અન્ય કંપનીઓ પણ કરી રહી છે. બેટર ડોટ કોમે તેના ૯૦૦ કર્મચારીઓને ઝૂમ કોલ પર એક ક્ષણમાં કાઢી મૂક્યાના થોડા મહિનાઓ પછી હવે એક બ્રિટિશ ફર્મે આવું જ કર્યું છે. બ્રિટનની શિપિંગ કંપની પીએન્ડઓ ફેરીઝે પણ ત્રણ મિનિટના ઝૂમ કોલ પર ૮૦૦થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે, જેની દરેક દ્વારા આલોચના કરવામાં આવી રહી છે. કંપનીએ બે દિવસ પહેલા આ મોટી જાહેરાત અંગે પોતાના કર્મચારીઓને વીડિયો સંદેશ મોકલ્યો હતો. પીએન્ડઓ ફેરીઝના ચીફે તેમના ઝૂમ કોલ દરમિયાન કહ્યું ‘મને જણાવતા ખેદ થાય છે કે તમે બધાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આજે તમારી નોકરીનો છેલ્લો દિવસ છે.’ જાેકે અધિકારીએ કહ્યું કે કર્મચારીને વળતર આપવામાં આવશે, પરંતુ આ જાહેરાતથી કર્મચારીઓ આઘાતમાં મુકાઈ ગયા છે. કર્મચારીઓને કોઈપણ પૂર્વ સૂચના વગર કાઢી નાખવામાં આવી રહ્યા હોવાના અહેવાલ છે, પરંતુ કંપનીના એક એક્ઝિક્યુટિવે દાવો કર્યો છે કે તેમને ઈમેઈલ, પોસ્ટ, કુરિયર અને ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી. કંપનીએ કર્મચારીઓને જણાવ્યું કે તેને બે વર્ષમાં ૨૦ કરોડ પાઉન્ડનું નુકસાન થયું છે. તેણે નિવેદનમાં કહ્યું કે તેમની પાસે ૮૦૦થી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.ાॅ કંપનીના આ ર્નિણયની દેશના રાજનેતાઓએ પણ આકરી ટીકા કરી છે. બ્રિટિશ સાંસદ કાર્લ ટર્નરે કર્મચારીઓની અમાનવીય છટણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘કંપનીને આપવામાં આવેલા તમામ પૈસા પાછા લેવા જાેઈએ. સરકારે કંપનીને કહેવું જાેઈએ કે તેઓ વર્કર્સ યુનિયન સાથે વાત કરે અને તેમની સાથે કોઈ ડીલ કરે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ પૂર્વ સૂચના વગર ઝૂમ કોલ પર કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હોય. બેટર ડોટ કોમના સીઈઓ વિશાલ ગર્ગને સોશિયલ મીડિયા પર ઝુમ કોલ પર કર્મચારીઓને છૂટા કરવા બદલ ઘણા ટ્રોલ કરવામાં આવ્યા અને તેમની આલોચના પણ થઈ હતી. ત્યારબાદ ગર્ગને ટૂંકા બ્રેક પર મોકલવામાં આવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તે પોતાની સ્થિતિ પર પાછો ફર્યા હતા. ગર્ગની વાપસીથી નાખુશ, વરિષ્ઠ અધિકારીઓએ કંપની છોડી દીધી હતી.