નવીદિલ્હી
૧૫ વર્ષ કોઈ વ્યક્તિને વીમા કંપનીથી વળતર મળે તે કોઈ કામનું રહે ખરા?… અને આ બનેલી ઘટના વિષે તો આપણે કોઈને કહેવું તો પણ કોઈ વિશ્વાસ ના કરે અને આવી ઘટના અમુક જ વાર જાેવા મળે છે અને તેમાં પણ આ ઘટના વિષે થોડું ગણું બહાર આવે છે કે જેમાં કોઈ સચ્ચાઈ હોય તો બાકી…. વીમા કંપની શરતો અનુસાર વીમો પાસ કરવામાં આટલા ધીમા કેમ હોય છે તે કઈ સમજાતું નથી અને જાે ધીમા હોય કે તેમની પ્રોસેસ કરવામાં અથવા તો કાગળકીય વ્યવહારમાં વાર લાગતી હોય પણ આ ઘટનામાં ૧૫ વર્ષ પછી વળતર મળ્યું છે તો જનતાએ આને શું સમજવું?… ખરેખર આવું ઘટના વિષે પણ જાણવા મળશે તેવું તો કોઈએ જ નહિ વિચાર્યું હોય.. અને આ બધાથી એવું લાગે છે કે આપણા ભારત દેશમાં વીમા કંપનીઓ પોતાની કેવી મનમાની ચલાવે છે અને કેવો મનઘડત વહીવટ કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ ઘટના છે. દેશમાં કાયદાની આંટીઘૂંટીમાં ૧૫ વર્ષ પછી કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી રહેલા પરિવારને વળતર મળ્યું છે. હવે આવા સક્ષમ પરિવારોને પણ વળતર લેવા માટે ૧૫ વર્ષ રાહ જાેવી પડી હોય તો સામાન્ય વ્યક્તિઓએ તો વળતરનો વિચાર જ નહીં કરવાનોને? ૧૫ વર્ષ પહેલાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્મા. જાેકે, એ ઘટનાના ૧૫ વર્ષ વિત્યા બાદ તેમના પરિવારને વીમા કંપની દ્વારા વળતર ચુકવવામાં આવ્યું. આ વાત દરેકને વિચારતા કરી મુકે તેવી છે. જાે એક મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ અને તેના પરિવારની વીમા કંપનીઓ આવી દશા કરતી હોય તો પછી સામાન્ય માણસની તો વાત જ કયાં રહી. રોડ અકસ્માતમાં મોતને ભેટેલા દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પત્ની અને પુત્રને કોર્ટે ૬ લાખ ૩૫ હજારનું વળતર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ રકમમાં દુર્ઘટનાગ્રસ્ત વાહનનો વીમો કરનારી કંપનીને સાડા સાત ટકા વ્યાજની પણ ચૂકવણી કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. દિલ્લીની રોહિણી સ્થિત સ્છઝ્ર્ ચન્દ્ર બોસની કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દિલ્લીના મુખ્યમંત્રી રહેલા સાહિબસિંહ વર્માના મોત પર વળતર નક્કી કરતા કહ્યું કે, જ્યારે દુર્ઘટના બની ત્યારે તેમની ઉંમર ૬૪ વર્ષની હતી. તેના હિસાબથી ભવિષ્યના સાત વર્ષની આવકને આધાર માનતા વળતરની રકમ નક્કી રકમ નક્કી કરવામાં આવી છે. કોર્ટે પૂર્વ મુખ્યમંત્રીની પત્નીને કુલ વળતરમાંથી ૩ લાખ ૮૫ હજાર ૯૩૭ રૂપિયા આપ્યા છે. જ્યારે પુત્રને બે લાખ રૂપિયા વળતર તરીકે મળશે. આ પહેલા ૫૦ હજાર રૂપિયા વળતર તરીકે આપવામાં આવ્યા હતા. આ રકમ પણ કુલ વળતરમાં જાેડવામાં આવી છે. જાે કે આ રકમની આગામી પાંચ વર્ષ સુધી બેંક હ્લડ્ઢ કરાવવામાં આવી છે. હ્લડ્ઢ પર મળનારા વ્યાજને અરજીકર્તાના બેંકખાતામાં જમા કરાવવામાં આવશે. આ કેસમાં મૃતક સાહિબસિંહ વર્માની પત્ની અને પુત્રએ વળતરની અરજી દાખલ કરતા કહ્યું હતું કે, સાહિબસિંહ વર્મા વર્ષ ૧૯૯૬થી ૧૯૯૮ સુધી દિલ્લીના મુખ્યમંત્રી રહ્યા. ત્યારપછી ૧૩મી લોકસભામાં વર્ષ ૧૯૯૯થી ૨૦૦૪ સુધી સાંસદ રહ્યા. સાહિબસિંહ વર્માનું ૩૦ જૂન ૨૦૦૭માં અલવર પાસે રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેમની ટાટા સફારી ગાડીને ટ્રકે જાેરદાર ટક્કર મારી હતી. મૃતક વર્માની પત્નીનું કહેવું હતું કે આ ઘટના સમયે તેમનો દીકરો પરિણિત ન હતો અને કોઈ કામ કરતો ન હતો. વળતરના દાવામાં કહેવામાં આવ્યું હતું કે તેઓ અને તેમનો દીકરો જીવન નિર્વાહ કરવા માટે પતિ સાહિબસિંહ પર ર્નિભર હતા. આ ઘટના આમ તો સામાન્ય છે પરંતુ મોટી વાત એ છે કે આપણા દેશમાં કાયદાની આંટીઘૂટી કેવી છે તે અહીં ચરિતાર્થ થઈ રહ્યું છે. ૧૫ વર્ષ કોઈ વ્યક્તિને વળતર મળે તે કોઈ કામનું રહેતું નથી. હાલ વર્મા પરિવાર આર્થિક રીતે સદ્ધર છે. સાહિબ વર્માનો પુત્ર પ્રવેશ વર્મા હાલ દિલ્લીથી ભાજપના સાંસદ છે. તેમના માટે વળતરની રકમ હાલ મહત્વપૂર્ણ નથી. પરંતુ આવી ઘટનામાં કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તેનું થાત તે વિચારવા જેવું છે.


