Delhi

પેટીએમ સીઈઓ વિજય શેખર શર્માની ફરી ધરપકડ કરી

નવીદિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્માએ દક્ષિણ દિલ્હીમાં ડ્ઢઝ્રઁની કારને ટક્કર માર્યા બાદ પેટીએમ કંપનીના ઝ્રઈર્ં વિજય શેખર શર્માની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને જામીન મળી ગયા હતા. આ ઘટના ગયા મહિને ૨૨ ફેબ્રુઆરીએ બની હતી. જાે કે, પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિજય શેખર શર્મા ઘટના બાદ પોતાના વાહન સાથે સ્થળ પરથી ભાગી ગયો હતો. જે વાહનમાં જગુઆર લેન્ડ રોવર ટકરાયું તે સાઉથ દિલ્હીના ડીસીપીનું વાહન હતું. જેને વાહન ચાલક પેટ્રોલ ભરવા માટે સાથે લઇ જતો હતો. જાેકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. પોલીસે ડ્ઢઝ્રઁ બનિતા મેરી જેકરની સાથે ડ્રાઈવર તરીકે તૈનાત કોન્સ્ટેબલ દીપક કુમારની ફરિયાદ પર હ્લૈંઇ નોંધી હતી. દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ પુષ્ટિ કરી કે પોલીસે શર્માની ધરપકડ કરી અને તેમને જામીન પર મુક્ત કર્યા.” જાેકે ડીસીપી જયકરે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે કોન્સ્ટેબલ કુમારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે ડીસીપી (જયકર) સાથે પોસ્ટેડ છે અને સવારે ૮ વાગે તેનું વાહન પેટ્રોલ પંપ પર લઈ ગયો અને મધર ઈન્ટરનેશનલ સ્કૂલની સામે તેનું ડીસીપીનું વાહન અથડાયું. માહિતી અનુસાર, પરિવહન વિભાગની મદદથી, પોલીસને જાણવા મળ્યું કે આ વાહન ગુડગાંવની એક ખાનગી કંપની (ઁટ્ઠઅંદ્બ) ના નામે નોંધાયેલું છે, ત્યારબાદ પોલીસ વિજય શેખર સુધી પહોંચી અને તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. તે જ સમયે, જ્યારે વાહનને ટ્રેસ કરવામાં આવ્યું ત્યારે તે વિજય શેખર શર્માનું હોવાનું બહાર આવ્યું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી, જાેકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો. દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ શર્માની ધરપકડ અને જામીન પર મુક્ત થવાની પુષ્ટિ કરી; ડીસીપી જેકર અને પેટીએમના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો; જ્યારે અહેવાલ મુજબ શર્મા સુધી પહોંચી શકાયું નથી.

PAYTM-CEO-Vijay-Shekhar-Sharma.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *