Delhi

પ્રધાનમંત્રીની બે વિમા યોજના ચાલુ કરી હતી તેના પ્રિમીયમમાં વધારો કરવામાં આવ્યો

નવીદિલ્હી
કેન્દ્ર સરકારે દેશના દરેક નાગરિકને જીવન વિમા હેઠળ લેવા માટે મે ૨૦૧૫માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના લોન્ચ કરી હતી. પહેલાં તેનું પ્રીમિયમ ૩૩૦ રૂપિયા હતુ અથવા તેમાં ૨ લાખ રૂપિયા સુધીનો વિમો મળતો હતો. હવે ૧ જૂન ૨૦૨૨થી તેનું પ્રીમિયમ વધીને ૪૩૬ રૂપિયા થઈ ગયું છે. એવી જ રીતે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના પણ ૨૦૧૫માં લોન્ચ થઈ હતી. આ એક્સીડેન્ટલ વિમો ૧૨ રૂપિયા પ્રીમિયમ સાથે મળતો હતો. તેનું પ્રીમિયમ વધારીને ૨૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ બંને યોજનાઓનો લાભ ઉઠાવવા માટે બેંક અકાઉન્ટ હોવું જરૂરી છે. દર વર્ષે એક જૂન સુધી બંને યોજનાઓનું પ્રીમિયમ બેંક અકાઉન્ટમાંથી જાતે જ કપાઈ જાય છે. જેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. ઘણા લોકો પાસે પહેલાથી જ સારો વિમો લીધેલો છે. આવા લોકો આ બંને વિમાને ઓપ્ટ નથી કરવા માગતા. છતાં પણ તેમના બેંક અકાઉન્ટમાંથી પ્રીમિયમ કપાઈ જાય છે. એકથી વધુ બેંક અકાઉન્ટ રાખનારા લોકોને પરેશાની થઈ રહી છે. કેમ કે, તેમના દરેક ખાતામાંથી પ્રીમિયમ કપાઈ છે.એવા લોકો ઈચ્છે છે કે, કોઈ એક અકાઉન્ટમાંથી પ્રીમિયમ કપાઈ કેમ કે, લાભાર્થી એક જ વ્યક્તિ છે. લાખો લોકો આ બંને યોજનામાંથી બહાર નીકળવા માગે છે. પરંતુ તેની પ્રોસેસ તેમના ખબર નથી. તમને જણાવી દઈએ કે, આ બંને યોજનાઓમાંથી બહાર નીકળી શકાય છે. જાે કે, તેના માટે તમને થોડી પરેશાનીનો સામનો કરવો પડશે. અને બેંકની બ્રાન્ચમાં જવું પડશે. તમે તમારા બેંકની બ્રાન્ચમાં જઈને સેવિંગ અકાઉન્ટમાંથી ઓટો ડેબિટ બંધ કરવાની રિક્વેસ્ટ કરો. જે બાદ તમારું પ્રીમિયમ નહીં કપાઈ તેની કોઈ ગેરંટી નથી. એવા ઘણા મામલા છે જેમાં વિનંતી કર્યા બાદ પણ બેંક પ્રોસેસ નથી કરતી અને લોકોના ખાતામાંથી પ્રીમિયમ કપાવવાનું શરૂ રહે છે. આ કારણે તમારે સતત ફોલોઅપ લેવું પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે ઘણી યોજનાઓની શરૂઆત કરાવી છે. જાે કે, તેમાંથી અમુક યોજનાઓ હવે સામાન્ય લોકોને ભારે પડી રહી છે. તેવી જ એક યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના. ઘણા લોકો આ બે યોજનાને બંધ કરાવવા માગે છે પણ તેની પ્રોસેસ એ લોકોને ખરબ નથી. આ સાથે એકથી વધુ બેંક અકાઉન્ટવાળા તમામ અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થતાં લોકો પરેશાન છે.

file-02-page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *