નોઇડા
માથાફરેલ આશિકે પ્રેમતરફી પ્રેમની પ્રપોઝલને ઠોકર મારતા હૈવાનિયતની તમામ હદો પાર કરી છે. યુવતીને ચોથી માળેથી ફેંકી દીધી હતી અને બાદમાં તેની લાશ લઈને ભાગ્યો હતો. પોલીસે આરોપીની મેરઠની નજીકથી એમ્બ્યુલન્સમાં લાશ સાથે પકડી પાડ્યો હતો. યોગીની સરકારના લાખ પ્રયત્નો બાદ પણ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. તેનો પુરાવો ફરી એક વાર નોઈડામાંથી જાેવા મળ્યો છે. જ્યારે એક માથાફરેલ આશિકે એકતરફી પ્રેમની પ્રપોઝલને ઠોકર મારી હૈવાનિયતની હદ પાર કરતા યુવતીને ચોથામાળેથી ફેંકી દીધી હતી. બાદમાં તેની લાશ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને મેરઠની નજીકથી એમ્બ્યુલન્સ સાથે ધરપકડ કરી હતી. યુવતીના પરિવારનું કહેવું છે કે, આ માથાફરેલ આશિક યુવતીને સતત પરેશાન કરી રહ્યો હતો. તેની ફરિયાદ પોલીસમાં પણ કરી, જાે કે ત્યાંથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં, તેથી આ ઘટના બની. માથાફરેલ આશિકનું નામ ગૌરવ છે. ગૌરવ પરણેલો છે અને તે હોશિયારપુર ગામની રહેવાસી ૨૨ વર્ષિય યુવતી શીતલને એક તરફી પ્રેમ કરતો હતો. શીતલનો ભાઈ કૃણાલે જણાવ્યું છે કે, શીતલ અને તેના પરિવાર ગૌરવની હરકતોથી પરેશાન હતા અને આ વાતને લઈને અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ નોંધાવી છે. પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. પ્રેશર આપી સમાધાન કરાવી નાખ્યું અને કહ્યું કે, ગૌરવ હવે કશું નહીં કરે. કૃણાલે જણાવ્યું છે કે તેની બહેન હોશિયારપુરમાં આવેલા શર્મા માર્કેટમાં ઈંશ્યોરન્સ કંપનીમાં નોકરી કરતી હતી અને જ્યાં ગૌરવ તેની પાછળ પડ્યો હતો. શીતલે જ્યારે તેને પ્રેમ પ્રસ્તાવને ઠોકર મારી તો, ગૌરવે તેને ચોથા માળેથી નીચે ફેંકી દીધી. બાદમાં તે નીચે આવ્યો અને ખુદ શીતલનો ભાઈ હોવાનું કહી હોસ્પિટલ લઈ જવાના નામે તેની લાશ કારમાં લઈને ફરાર થઈ ગયો. આ તમામની વચ્ચે યુવતી ચોથા માથેથી પડવાની ઘટના પોલીસને મળતા તપાસ શરુ કરી અને પરિવારે જણાવ્યું કે, ગૌરવ યુવતીનો ભાઈ પણ તેનો આશિક હતો. જે સતત તેને તંગ કરી રહ્યો હતો. જ્યારે નોઈડાની હોસ્પિટલમાં ખૂબ તપાસ કરવા છતાં પણ લાશ ન મળી તો, પોલીસ ગૌરવનો મોબાઈલ સર્વિલાંસ પર લગાવ્યો અને મેરઠના કંકરખેડા પાસે એમ્બ્યૂલન્સમાંથી લાશ સાથે પકડી પાડ્યો હતો. ગૌરવે જણાવ્યું હતું કે, તે શીતલની લાશને લઈને બિઝનૌર જવાનો પ્લાન હતો. તેણે કહ્યું કે, તેણે આ યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તે તેનાથી દૂર જઈ રહી હતી. જેને લઈને તેણે આવું પગલું ભર્યું હતું. નોઈડા ઝોનના એડીસીપી આશુતોષ દ્વિવેદીએ જણાવ્યું છે કે, પરિવારની ફરિયાદ પર ગૌરવ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ આકરી ધારાઓ અંતર્ગત કાર્યવાહી થશે. જાે કે શીતલના ભાઈનું કહેવુ છે કે, જાે પોલીસે પહેલાથી કાર્યવાહી કરી હોય તો કદાચ તેની બહેન જીવતી હોત.
