નવીદિલ્હી
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેલંગણાના સીએમ કેસીઆર વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને સપોર્ટ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે આવું ત્રીજીવાર બનશે જ્યારે સીએમ કેસીઆર પ્રોટોકોલ તોડશે અને પીએમ મોદીનું સ્વાગત કરશે નહીં. જાે કે તેલંગણાના મંત્રી એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવા માટે હાજર રહેશે. પરંતુ યશવંત સિન્હાનું સ્વાગત કરવા માટે તો કેસીઆર પોતાના મંત્રીઓની ફોજ સાથે પહોંચી ગયા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ અગાઉ જ્યારે મે મહિનામાં ધ ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના ૨૦માં વાર્ષિકોત્સવમાં સામેલ થવા માટે પીએમ મોદી તેલંગણા આવ્યા હતા ત્યારે તે સમયે સીએમ કેસીઆર બેંગ્લુરુ જતા રહ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ જ્યારે પીએમ મોદી તેલંગણા પહોંચ્યા હતા ત્યારે પણ સીએમ કેસીઆર પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા નહતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં સામેલ થવા માટે પહોંચશે. પરંતુ એરપોર્ટ પર તેમને રિસિવ કરવા માટે તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર પહોંચશે નહીં. કેસીઆર જાે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાના સ્વાગત માટે તો પહોંચી ગયા હતા. ગણતરીના કલાકોમાં બેગમપેટ એરપોર્ટ પર પીએમ મોદી આવશે પરંતુ તેમનું સ્વાગત કરવા નહીં પહોંચે.


