નવીદિલ્હી
દીપિકા પાદુકોણ બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ છએ. સાથે તેણી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને લઈને હોલિવૂડ સુધીની ખ્યાતિ મેળવી ચુકી છે. તેણીની ઓળખ ગ્લોબલ સ્ટાર તરીકે થઈ ગઈ છે. આ જ કારણ છે રે હવે દીપિકાને ફીફા વર્લ્ડકપ ૨૦૨૨ની ફાઈનલ મેચથી પહેલા એક ખાસ જવાબદારી મળી છે, જેના માટે દીપિકા કતર જશે. તેણી ફીફા વર્લ્ડકપની ટ્રોફીના અનાવરણ માટે હાજર રહેશે. સૂત્રો અનુસાર, દીપિકા ખચોખચ ભરેલા સ્ટેડિયમમાં ટ્રોફીનું અનાવરણ કરશે. ફીફાના ઈતિહાસમાં આ દુર્લભ મોકો હશે જેમાં કોઈ ભારતીય અથવા આંતરરાષ્ટ્રીય એક્ટરને આ સન્માન મળશે. ફીફા વર્લ્ડ કપની ફાઈનલ ૧૮ ડિસેમ્બર ૨૦૨૨એ કતરમાં લુસૈલ (ન્ેજટ્ઠૈઙ્મ) આઈકૉન સ્ટેડિયમમાં થશે. દીપિકા પાદુકોણને હાલમાં મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી. તેણી આસામમાં ‘ફાઈટર’નું શૂટિંગ ખતમ કરીને ભારત પરત ફરી હતી. ફિલ્મમાં તેણી ઋતિક રોશનની સામે છે. રિપોર્ટ અનુસાર જલ્દી તેણી ‘પઠાન’ના બીજા શેડ્યૂલનું શૂટિંગ કરશે. ‘પઠાન’ જાન્યુઆરી ૨૦૨૩માં રિલીઝ થશે. દીપિકાની આવનારી અન્ય ફિલ્મોમાં રોહિત શેટ્ટીની ‘સર્કસ’ છે જેમાં તેણી કેમિયો કરી રહી છે. ફિલ્મ ‘પઠાન’માં દીપિકા સાથે શાહરુખ અને જૉન અબ્રાહમ પણ છે. દીપિકાની અન્ય ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ છે. તેમાં તેણી પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દિશા પટણી સાથે જાેવા મળશે. શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માં દીપિકા કેમિયો કરતી જાેવા મળશે.
