Delhi

બંગાળમાં સ્કુલ-કોલેજ, પાર્ક બંધ

ન્યુદિલ્હી
વધતા કોરોનાના સંક્રમણને પગલે બંગાળ સરકારે ૩ જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાઓને બંધ કરવાનો ર્નિણય કર્યો છે. જેમાંથી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સ્પા, સલૂન, બ્યૂટીપાર્લર, પ્રાણી સંગ્રહાલય, એન્ટરટેઈનમેન્ટ પાર્ક સામેલ છે. બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ જણાવ્યું કે રાજ્યની તમામ સરકારી અને ખાનગી ઓફિસ ૫૦% ક્ષમતાની સાથે ખુલ્લા રહેશે. તમામ પ્રશાસનિક બેઠક વર્ચ્યુઅલી મળશે. કર્ણાટકમાં શનિવારે કોરોનાના ૧,૦૩૩ કેસ નોંધાયા છે. આ મામલો છેલ્લાં ૧૦૭ દિવસોમાં સૌથી વધુ છે. છેલ્લી વખત રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ ૧૬ સપ્ટેમ્બરે જાેવા મળી હતી, જ્યારે અહીં કોરોનાના ૧૦૦૦થી વધુ કેસ મળી આવ્યા હતા. તો બેંગલુરુમાં ૮૧૦ નવા કેસ મળ્યા છે, જે રાજ્યના કુલ નવા મામલાઓના ૭૮% છે. બેંગલુરુમાં ૬ મહિના પછી આટલાં કેસ મળી આવ્યા છે. ગત વખતે ૩૦ જૂને શહેરમાં ૨૧૩ કોરોનાના કેસ મળ્યા હતા.તેલંગાણા સરકારે તમામ પ્રકારની રેલીઓ, જાહેર મેળાવડા અને સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ રૂ. ૧૦૦૦ના દંડનો કડક અમલ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. હરિયાણા સરકારે વધતાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામ, ફરીદાબાદ, અંબાલા, પંચકુલા અને સોનીપતમાં સિનેમા હોલ, થિયેટર, શાળા, કોલેજ, જીમ વગેરે બંધ કરવાનાં આદેશ આપ્યા છે. સરકારી અને ખાનગી કચેરીઓ ૫૦% કર્મચારીઓની હાજરીમાં કામ કરશે. આ પ્રતિબંધ ૧૨ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. કર્ણાટકનાં મંત્રી બીસી નાગેશ કોરોના પોઝિટિવ થયા છે. શનિવારે આ અંગેની જાણકારી તેમણે પોતે જ જણાવી હતી. નાગેશે કહ્યું કે હું પોતે આઈસોલેટ થઈ ગયો છું અને તમામ સાવચેતી સાથે દવાઓ લઈ રહ્યો છું. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭,૪૪૩ કોરોના પોઝિટિવ જાેવા મળ્યા, ૨૮૨ લોકોના મોત; ઓમિક્રોનમાં ૧૫૯૬ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૭,૪૪૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે ૨૮૨ લોકોના મોત થયા છે, જ્યારે ૯૧૧૦ લોકો સાજા થયા છે. શનિવારે મોડી રાત સુધી એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧૮૦૫૧ હતી. ૯૪ નવા ઓમિક્રોન સંક્રમિત સાથે, દેશમાં નવા વેરિયન્ટના દર્દીઓની સંખ્યા શનિવારે વધીને ૧૫૯૬ થઈ ગઈ છે. તેમાંથી ૫૭૬ ઓમિક્રોન દર્દીઓ સાજા થયા છે, જ્યારે ૧૦૨૦ સક્રિય કેસ છે. દિલ્હીના ઝ્રસ્ અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકોને કોરોનાથી ડરવાની જરૂરિયાત નથી. અહીં કોરોનાના દરરોજ ૨,૫૦૦થી ૩૦૦૦ કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાથી જે લોકો બીમાર પડી રહ્યાં છે, તેમાથી ઘણાં ઓછા લોકોને હોસ્પિટલ જવાની જરૂરિયાત પડી રહી છે, તેની સંખ્યા ઘણી જ ઓછી છે. કેજરીવાલે જણાવ્યું કે રાજધાનીમાં ૯૯.૭૮% ઓક્સિજન બેડ હજુ પણ ખાલી છે. સરકારે ૩૭,૦૦૦ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી છે, જેમાંથી માત્ર ૮૨ બેડ પર જ દર્દીઓ છે. દિલ્હીમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ ૬,૩૬૦ છે. ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં ૮૫ બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. બાળકોને ગંગરકોટ વિસ્તારમાં સ્થિત સ્કૂલમાં જ ક્વોરન્ટાઇનમાં કરવામાં આવ્યા છે. નૈનિતાલના ડેપ્યુટી કલેક્ટર રાહુલ શાહે કહ્યું કે જે બાળકો ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટમાં નેગેટિવ આવશે તેમને જ ઘરે મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *