Delhi

બાંગ્લાદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ એરપોર્ટ પર મોહમ્મદ સિરાજની બેગ ગૂમ થઈ જતાં દોડધામ

નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બેગ બાંગ્લાદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ ગુમ થઈ ગઈ હતી. આ બેગ આખો દિવસ સુધી નહીં મળતાં સિરાજે ટવીટર પર અપીલ કરવી પડી હતી. તેણે એયર વિસ્તારાને અપીલ કરી ઝડપથી બેગ શોધી આપવાની વાત કહી હતી. એયર વિસ્તારાએ પણ સિરાજના આ ટવીટનો જવાબ આપ્યો હતો. સિરાજે એયર વિસ્તારાના ટેગ કરીને ટવીટ કર્યું કે, હું ૨૬ ડિસેમ્બરે ફ્લાઈટ નંબર યૂકે૧૮૨ અને યૂકે ૯૫૧માં ઢાકાથી દિલ્હી થઈને મુંબઈ આવી રહ્યો હતો. ચેક ઈન સમયે ત્રણ બેગ હતી જેમાંથી એક ગુમ થઈ ગઈ હતી. મને આશા હતી કે બેગ મળી જશે પરંતુ હજુ સુધી કોઈ અપડેટ મળ્યું નથી. આ બેગમાં મારી જરૂરી વસ્તુઓ હતી. સિરાજના આ ટવીટ બાદ વિસ્તારાએ લખ્યું કે હેલ્લો મિસ્ટર સિરાજ, અમારો સ્ટાફ તમારી બેગ શોધવા માટે પૂરી કોશિશ કરશષ અને જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી અપડેટ આપશે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *