નવીદિલ્હી
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘ઝાંસી કી રાની’ જેવી સિરિયલોમાં બાળ કલાકાર તરીકે કામ કરી ચૂકેલી અશનૂર કૌર હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. અશનૂર કૌર, આજે પોતાનો ૧૯મો જન્મદિવસ ઉજવી રહી છે અને ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. અશનૂર કૌર ‘પટિયાલા બેબ્સ’ સહિત અન્ય કેટલીક સીરિયલ્સમાં પણ જાેવા મળી છે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે. અશનૂર કૌરે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાની નાયરાનું પાત્ર ભજવ્યું હતું અને લોકોને આ પાત્રમાં તે ખૂબ પસંદ આવી હતી. અશનૂર કૌરની લેટેસ્ટ તસવીરો જાેઈને તમને આશ્ચર્ય થશે કે તે કેટલી મોટી થઈ ગઈ છે અને એટલી જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ પણ. અશનૂર કૌર માત્ર ૧૯ વર્ષની છે પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી સારી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ૮ મિલિયન ફોલોઅર્સ છે. અશનૂર કૌર પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. પાર્ટી હોય, સિમ્પલ ફોટોશૂટ હોય કે એરપોર્ટ લુક હોય, અશનૂર કૌર દરેક રીતે લોકોને દિવાના બનાવે છે. અશનૂર કૌરના આ લુકે પણ લોકોના દિલ જીતી લીધા હતા. તે કોઈપણ લુકમાં અદ્ભુત લાગે છે.
