નવીદિલ્હી
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે બિઝનેસ બ્લાસ્ટર્સના વિદ્યાર્થીઓને દિલ્હીની સરકારી યુનિવર્સિટીઓમાં સીધો પ્રવેશ મળશે. તેઓ શુક્રવારે નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી ખાતે બિઝનેસ બ્લાસ્ટર્સની ૧૨૬ ફાઇનલિસ્ટ ટીમોના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં હાજરી આપવા માટે હતા. દિલ્હી સરકારની પાંચ યુનિવર્સિટીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અવસરે નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે શાળાકીય શિક્ષણ પછી હવે ઉચ્ચ શિક્ષણ માટે આપણા બિઝનેસ બ્લાસ્ટર્સની યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે વિદ્યાર્થીઓ હવે જે પણ પગલું ભરશે તેની અસર દેશના અર્થતંત્ર પર પડશે. તેમણે કહ્યુ કે દરેક યુગની પોતાની જરૂરિયાત હોય છે. એવો સમય પણ હતો જ્યારે શાળાઓમાં બાળકોને લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી કારણ કે તે એ યુગની જરૂરિયાત હતી. પરંતુ હાલમાં ભારતના સંદર્ભમાં આપણે આપણી શાળાઓમાં બાળકોમાં સાહસિકતાની માનસિકતા કેળવી રહ્યા છીએ. દેશની અર્થવ્યવસ્થાને ટોચ પર લાવવા અને બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે આ યુગની જરૂરિયાત છે. ઓરિએન્ટેશન કાર્યક્રમમાં દિલ્હી વિધાનસભાની એજ્યુકેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આતિષી અને કાલકાજીના ધારાસભ્ય, મુખ્ય શિક્ષણ સલાહકાર શૈલેન્દ્ર શર્મા, એનએસયુટીના કુલપતિ પ્રો.જે.પી.સૈની, ડીએસઈયુના કુલપતિ પ્રો. નિહારિકા વ્હોરા અને આઈજીડીટીડબલ્યુના વાઇસ ચાન્સેલર ડો.અમિતા દેવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં દેશના ૧૨૦ મિલિયન યુવાનો બેરોજગાર છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે વિશ્વની ૨૦ ટકા ગરીબ વસ્તી ભારતમાં છે. આપણા દેશના ૨૭ કરોડ લોકો રોજની ૩૫ રૂપિયાથી ઓછી કમાણી કરે છે અને દેશના ૧૨ કરોડ યુવાનો બેરોજગાર છે. બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોની માથાદીઠ વાર્ષિક આવક છ લાખ રૂપિયા, અમેરિકાની ૪૫ લાખ રૂપિયા છે જ્યારે ભારતની માથાદીઠ આવક માત્ર એક લાખ છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવું જાેઈએ કે તેઓ ભવિષ્યમાં જે કંઈ પણ કરશે તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડશે. સિસોદિયાએ કહ્યુ કે વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી યુનિવર્સિટીઓએ એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓ નોકરી શોધનારા નહિ પરંતુ નોકરી આપનારાઓ બનાવે છે. દિલ્લીમાં ‘એક સપ્તાહ, એક ઝોન, એક રસ્તો’ યોજનાની શરુઆત, દિલ્લી સરકારે બનાવ્યો સાપ્તાહિક એક્શન પ્લાનદિલ્લીમાં ‘એક સપ્તાહ, એક ઝોન, એક રસ્તો’ યોજનાની શરુઆત, દિલ્લી સરકારે બનાવ્યો સાપ્તાહિક એક્શન પ્લાન નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી ફોર વુમન, દિલ્હી કૌશલ્ય અને સાહસિકતા યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી, દિલ્હી ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી, ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, દિલ્હી. યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવતા અભ્યાસક્રમોમાં લગભગ ૪૦ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે જેમ કે ઇનોવેશન આંત્રપ્રિન્યોરશિપ અને વેન્ચર ડેવલપમેન્ટમાં બીબીએ, ડીજીટલ મીડિયામાં બીબીએ અને ડીઝાઇનમાં બીએ, બીસીએ, બીએસસી ડેટા એનાલિટિક્સ. આમાંના મોટાભાગના અભ્યાસક્રમો માટે ૫૦% માર્ક્સ સાથે ૧૨મુ પાસ કરવુ જરૂરી છે. કેટલાક ટેકનિકલ અભ્યાસક્રમો માટે ચોક્કસ લાયકાત છે. જેમ કે ડ્ઢઁજીઇેં માં મ્મ્છ હેલ્થકેર, ૧૧-૧૨મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ હોવો જરૂરી છે.
