Delhi

બિલકિસે ૧૩ મેએ આવેલા કોર્ટના આદેશ પર બીજીવાર વિચાર કરવાની માંગ કરી

નવીદિલ્હી
૨૦૦૨ ગુજરાત રમખાણોની પીડિતા બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. બિલકિસે ૧૩ મેએ આવેલા કોર્ટના આદેશ પર બીજીવાર વિચાર કરવાની માંગ કરી છે. આ આદેશના આધાર પર બિલકિસ સાથે સામૂહિક બળાત્કાર અને અને તેમના પરિવારના સભ્યોની હત્યાના દોષી બહાર આવ્યા હતા. આ મામલો આજે ચીફ જસ્ટિસ સામે રાખવામાં આવ્યો. તેમણે તેના પર વિચાર કરી યોગ્ય બેંચની સામે મુકવાનું આશ્વાસન આપ્યું છે. ૧૩ મેએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેંચે એક દોષી રાધેશ્યામ શાહની અરજી પર ચુકાદો આપતા કહ્યુ હતું કે તેને સજા ૨૦૦૮માં મળી હતી. તેથી છોડવા માટે ૨૦૧૪માં ગુજરાતમાં બનેલા નિયમ લાગૂ થશે નહીં પરંતુ ૧૯૯૨ના નિયમ લાગૂ થશે. ગુજરાત સરકારે ૧૫ ઓગસ્ટે તેને આધાર બનાવી ૧૪ વર્ષની સજા પુરી કરી ચુકેલા લોકોને છોડી મુક્યા હતા. ૧૯૯૨ના નિયમોમાં આજીવન કેદની સજા પામેલા કેદીઓની ૧૪ વર્ષ બાદ મુક્તિની વાત કહેવામાં આવી હતી, જ્યારે ૨૦૧૪માં લાગૂ થયેલા નિયમમાં જધન્યા અપરાધના દોષીતોને આ છૂટથી વંચિત કરવામાં આવ્યા હતા. બિલકિસ બાનો તરફથી દાખલ પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો તો નિયમ ત્યાંના નિયમ લાગૂ થવા જાેઈએ, ગુજરાતના નહીં. અત્યાર સુધી સુભાષિની અલી, રૂપરેખા વર્મા, મહુઆ મોઇત્રા સહિત ઘણા નેતા અને સામાજિક કાર્યકર્તા દોષીતોને છોડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે ગુજરાત સરકારના આદેશને પડકાર્યો હતો. આ અરજી પર સુનાવણી ચાલી રહી છે. હવે ખુદ બિલકિસ બાનો કોર્ટ પહોંચી છે અને તેમણે ૧૩ મેએ આવેલા સુપ્રીમ કોર્ટના આદેશને પરત લેવાની માંગ કરી છે. ૨૦૦૨ના ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાના રંધિકપુર ગામની બિલકિસ પોતાના પરિવારના ૧૬ સભ્યોની સાથે ભાગી પાસેના ગામ છાપરવાડના ખેતરોમાં છુપાઈ હતી ૩ માર્ચ ૨૦૦૨ના ત્યાં ૨૦થી વધુ તોફાનીઓએ હુમલો કર્યો હતો. ૫ મહિનાની ગર્ભવતી બિલકિસ સહિત કેટલીક અને મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બિલકિસની ૩ વર્ષની પુત્રી સહિત ૭ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપીઓ તરફથી પીડિત પક્ષ પર દબાવ બનાવવાની ફરિયાદ મળવા પર સુપ્રીમ કોર્ટે કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દીધો હતો. ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ૧૧ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. ૨૦૧૭માં બોમ્બે હાઈકોર્ટે આ સજાને યથાવત રાખી હતી.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *