નવીદિલ્હી
બિહારના લખીસરાય જંકશન વિરોધ પ્રદર્શંકારીઓ સ્ટેશન પરની દુકાનો પર લૂંટ મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અગ્નિપથ યોજનાનો વિરોધ ભયંકર હિંસાત્મક વણાંક લઈ રહ્યો છે. દ્રશ્યોમાં જાેઈ શકાય છે કે તોફાનીઓ ખાણી-પીણીના સ્ટોલમાંથી રીતસરની ખાવાની ચીજવસ્તુઓની લૂંટ મચાવી રહ્યા છે. વિડીયોમાં દેખાતા યુવાનો પેકેટ્સ અને પાણીની બોટલોની લૂંટ મચાવી રહ્યા છે. આ યોજનાની જાહેરાતના બીજા જ દિવસે બિહારના બક્સરમાં સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા ઘણા યુવાનો તેની સામે વિરોધ કરતાં નજરે આવ્યા છે.વિરોધ પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓએ બક્સર રેલ્વે સ્ટેશન પહોંચ્યા પછી, આ ઉમેદવારોએ રેલ્વે ટ્રેક જામ કરવાનો પ્રયાસ કર્યો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉમેદવારો અગ્નિપથ યોજના અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા. આ એવા ઉમેદવારો છે જે બે વર્ષથી સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યા છે, તેમાંથી કેટલાક એવા પણ છે જેઓ મેડિકલ ટેસ્ટ પાસ કરી ચૂક્યા છે અને પરીક્ષાની રાહ જાેઈ રહ્યા છે. કેટલાકે પરીક્ષા પણ આપી છે અને પરિણામની રાહ જાેઈ રહ્યા છે. આ યોજના હેઠળ દર વર્ષે લગભગ ૪૫,૦૦૦થી ૫૦,૦૦૦ સૈનિકોની ભરતી કરવામાં આવશે. જેમાંથી મોટાભાગના જવાનોની સર્વિસ ચાર વર્ષની રહેશે. કુલ વાર્ષિક ભરતીઓમાંથી માત્ર ૨૫ ટકા જવાનોને કાયમી કમિશન હેઠળ વધુ ૧૫ વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે. આ પગલાથી દેશમાં ૧૩ લાખ જવાનોના સશસ્ત્ર દળો પર અસર થશે. ઉપરાંત આના પરિણામે ડિફેન્સ પેન્શન બીલમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. ડિફેન્સ પેંશન પાછળનો ખર્ચ સરકાર માટે ઘણા સમયથી ચિંતાનો વિષય રહ્યો છે.અગ્નિપથ યોજનાને લઈને યુવાનોમાં ઘણો આક્રોશ જાેવા મળી રહ્યો છે. ઉમેદવારો કેન્દ્ર સરકારની ૪ વર્ષની આર્મી નોકરીને લઈને નારાજ છે અને કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ કરવા માટે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ કરતાં ઉમેદવારોની માંગ છે કે સી.ઇ.ઇ પરીક્ષા શરૂ કરવામાં આવે અને ટૂર ઑફ ડ્યુટી પાછી ખેંચી લેવામાં આવે. ઉપરાંત, પરીક્ષામાં ૨ વર્ષનો વિલંબ થાય છે, આ માટે તેમને ૨ વર્ષની છૂટ આપવી જાેઈએ. ઉમેદવારોનું કહેવું છે કે માત્ર ૪ વર્ષ માટે ભરતી કરવી એ રોજગારના અધિકારનું ઉલ્લંઘન છે. આપણે જણાવી દઈએ કે આ આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે અને ઉમેદવારો આંદોલનની આડમાં લૂંટ મચાવવા પર ઉતરી આવ્યા છે. સાથે સાથે હૈદરાબાદમાં પોલીસના ગોળીબારમાં એક દેખાવકારના મૃત્યુના સમાચાર પણ આવ્યા છે.