Delhi

બિહારમાં પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે કામ કરવાની ના પાડી હાથ જાેડ્યા

નવીદિલ્હી
એક જાહેર થયેલા વીડિયોમાં અને જે ૩૦ મેનો હોય તેવી પુષ્ટિ થઇ છે. જેમાં પ્રશાંત કિશોર એક ગામમાં છે અને તેની આસપાસ અન્ય લોકો બેઠા છે. તેમાં પ્રશાંત કિશોર ચૂંટણી રણનીતિકાર તરીકે પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યા છે. તેઓ કહી રહ્યાં છે કે અમે ૨૦૧૫માં બિહારમાં જીત મેળવી. ૨૦૧૭માં અમે પંજાબમાં જીત મેળવી. તો ૨૦૧૯માં જગન મોહન રેડ્ડીના આંધ્ર પ્રદેશમાં જીત. અમે તમિલનાડુ અને બંગાળમાં પણ જીત મેળવી. પ્રશાંત કિશોરે કહ્યુ કે, ૧૧ વર્ષમાં અમે માત્ર એક ચૂંટણી હારી, તે હતી ૨૦૧૭ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી. તેથી મેં નક્કી કર્યું કે હવે કોંગ્રેસ સામે કામ કરીશ નહીં. આ સાથે તે હાથ જાેડવા લાગે છે. ચૂંટણી રણનીતિકાર પીકેએ કહ્યુ કે, કોંગ્રેસ એવી પાર્ટી હતી જે ક્યારેય એક ન થઈ શકી. તેમણે કહ્યું કે વર્તમાન કોંગ્રેસ બોસની સ્થિતિ એવી છે કે તે ખુદ ડુબશે અને પોતાની સાથે આવનારને પણ ડુબાળશે. તેમણે કહ્યું કે હું તેની સાથે જઈશ તો મારૂ ડુબવાનું પણ નક્કી છે. મહત્વનું છે કે આ પહેલાં પીકેએ ઉદયપુરમાં યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરને નિષ્ફળ ગણાવી હતી. સાથે કહ્યું હતું કે ગુજરાત અને હિમાચલની આગામી ચૂંટણીમાં પાર્ટીનું કંઈ થવાનું નથી. કોંગ્રેસને નવજીવન આપવાના ઈરાદાથી પીકેએ ૬૦૦ સ્લાઇડનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. પરંતુ પાર્ટી સાથે તેની વાત બની નહીં. પીકેએ સોનિયા ગાંધીને પાર્ટી અધ્યક્ષ જ્યારે કોઈ બિન કોંગ્રેસીને કાર્યકારી અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ બનાવવાનું સૂચન કર્યુ હતું. આ સાથે રાહુલ ગાંધીને પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડના મુખિયા બનાવવાની વાત કરી હતી. ઘણા દિવસની ચર્ચા બાદ પીકેને એમ્પાવર્ડ એક્શન ગ્રુપના સભ્ય બનાવવાની વાત આવી તો તેમણે પાર્ટીમાં સામેલ ન થવાનું મન બનાવી લીધુ હતું. થોડા સમય પહેલાં પ્રશાંક કિશોર કોંગ્રેસમાં જાેડાવાના હતા. પરંતુ તે સમયે વાત આગળ વધી નહીં. હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે કામ કરવાની વાત પર બે હાથ જાેડી રહ્યા છે. આ ઘટના બિહારની છે. જેનો વીડિયો સામે આવ્યો છે. પોતાના ગૃહ રાજ્યના એક ગામમાં પહોંચેલા પ્રશાંત કિશોરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે કહી રહ્યાં છે કે કોંગ્રેસ ખુદને નીચે લઈ જશે અને તે પોતાની સાથે બધાને નીચે લઈ જશે.

Prashant-Kishor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *