Delhi

બીએસપી પર નિશાન સાધવાની જગ્યાએ કોંગ્રેસ પોતાનો પક્ષ સંભાળે ઃ માયાવતી

નવીદિલ્હી
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. માયાવતીએ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો. જેમાં કહેવાયું હતું કે કોંગ્રેસે યુપી ચૂંટણીમાં માયાવતીને ગઠબંધનની ઓફર આપી હતી પંરતુ તેમણે જવાબ સુદ્ધા ન આપ્યો. જેના પર માયાવતીએ કહ્યું કે કોંગ્રેસે પોતાની ચિંતા કરવી જાેઈએ. માયાવતીએ કહ્યું કે બીએસપી પર નિશાન સાધવાની જગ્યાએ કોંગ્રેસ પોતાનો પક્ષ સંભાળે. રાહુલ ગાંધીએ જે કહ્યું કે તે ‘બિલકુલ ખોટું’ છે. આવી નાની નાની વાતો પર ધ્યાન આપવા કરતા યુપી ચૂંટણીમાં થયેલી હાર પર ફોકસ કરવું જાેઈએ. તેમણે કહ્યું કે આ પ્રકારની ટિપ્પણી કરતા પહેલા કોંગ્રેસે ૧૦૦ વાર વિચારવું જાેઈએ. તે ભાજપ સામે જીતવામાં અસમર્થ રહી છે પરંતુ જાતિવાદી માનસિકતાના કારણે બીએસપી પર નિશાન સાધતી રહે છે. કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે ન તો કઈ તેણે કર્યું કે ન તો સત્તામાંથી બહાર રહેતા તે કશું કરી શકી. માયાવતીએ કહ્યું કે રાહુલ ગાંધીના દિવંગત પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પણ બહુજન સમાજ પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી હતી. આ અગાઉ રાહુલ ગાંધીએ માયાવતી પર આરોપ લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસે માયાવતીને ગઠબંધન માટે રજૂઆત કરી હતી અને એટલે સુધી કે તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાની પણ ઓફર આપી હતી. પરંતુ તેમણે અમારી સાથે વાત સુદ્ધા ન કરી. બીએસપી સુપ્રીમો પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે માયાવતીએ રાજ્યમાં સત્તાધારી ભાજપને સીબીઆઈ, ઈડી અને પેગાસસના કારણે ચોખ્ખો રસ્તો આપી દીધો. માયાવતીએ કહ્યું કે હવે તો પ્રિયંકા ગાંધી પણ એ જ કહે છે કે મને ઈડી અને બીજી તપાસ એજન્સીઓનો ડર લાગે છે. આ બધુ સાચું નથી. તેમને ખબર હોવી જાેઈએ કે અમે સુપ્રીમ કોર્ટમાં આ તમામ મુદ્દાઓ પર લડાઈ લડ્યા છે અને જીત્યા પણ છીએ.

Mayavati-BSP.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *