નવીદિલ્હી
વાયરલ વીડિયોમાં જે છોકરીઓ જાેવા મળી રહી છે તે બેંગલુરુની જાણીતી બિશપ કોટન ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે. વિદ્યાર્થીનીઓના બે જૂથ વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો અને ત્યારબાદ પરસ્પર ઝઘડી પડ્યા. શાળાના યુનિફોર્મમાં આવેલી છોકરીઓ આજુબાજુનું ભાન ભૂલીને મારામારી કરવા લાગી. એકબીજાને લાતમલાતી કરતી જાેવા મળી. વાળ ખેંચી કાઢ્યા. આ ઘટના જાે કે ક્યારની છે તે જાણી શકાયું નથી. આવી રીતે જાહેરમાં લડી પડવા પાછળ કારણ શું હતું તે પણ બહાર આવ્યું નથી. વાયરલ વીડિયોમાં છોકરીઓ એકબીજાને લાફા મારતી, વાળ ખેંચતી જાેઈ શકાય છે. એક છોકરીને તો ડંડો કાઢતા પણ જાેઈ શકાય છે. એક અન્ય છોકરીને જમીન પર પટકી પટકીને માર મારવામાં આવ્યો. ઘટનાસ્થળે કેટલાક છોકરાઓ પણ હાજર હતા. છોકરીઓના બે જૂથ વચ્ચેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ અને રાહગીરોએ મારપીટ પર ઉતરી આવેલી છોકરીઓને છોડાવવાની કોશિશ પણ કરી પરંતુ કોઈ માન્યું નહી. આ સમગ્ર મામલે શાળા મેનેજમેન્ટનો કોઈ હસ્તક્ષેપ સામે આવ્યો નથી કે કોઈ નિવેદન પણ બહાર પડ્યું નથી. સોશિયલ મીડિયા સાઈટ્સ ઉપર પણ વિદ્યાર્થીઓ વચ્ચે આ લડાઈ અંગે ચર્ચા છેડાઈ છે અને લોકો વીડિયો શેર કરી રહ્યા છે. આ મુદ્દે એક વિદ્યાર્થીનીના મેસેજનો સ્ક્રિનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં છોકરીએ લખ્યું છે કે રચના નામની ફ્રેન્ડે તેને બિશપ કોટન ગર્લ્સ સ્કૂલ આવીને એક છોકરીને મારવાનું કહ્યું હતું. કારણ કે રચનાને તેની સાથે કઈક સમસ્યા હતી.સોશિયલ મીડિયામાં છાશવારે અનેક વીડિયો વાયરલ થયા કરે છે. કેટલાક વીડિયો જાેઈને હસી બસીને બેવડા વળી જવાય તો કેટલાક વીડિયો એકદમ શોકિંગ હોય છે. આવો જ એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં શાળાના યુનિફોર્મમાં સજ્જ કેટલીક છોકરીઓ જાહેરમાં રસ્તા પર છૂટ્ટા હાથે મારામારી કરી રહી છે. રસ્તા પર પસાર થતા રાહદારીઓમાંથી ઘણાએ આ ઘટનાને વીડિયોમાં કેદ કરી અને વીડિયો વાયરલ થઈ ગયો.
