નવીદિલ્હી
સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ કેસમાં વિવાદાસ્પદ અર્થઘટન આપતા બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ તેમનો કાર્યકાળ પૂરો થવાના એક દિવસ પહેલા જ એડિશનલ જજ તરીકે રાજીનામું આપી દીધું છે. આ મામલે તેમના ખુલાસા બાદ ભારે હોબાળો થયો હતો. જસ્ટિસ ગનેડીવાલાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું સુપરત કર્યું અને તેની સાથે ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણા અને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તાને પણ રાજીનામાની એક એક નકલ મોકલી આપી છે. શુક્રવાર તેમનો છેલ્લો કામકાજનો દિવસ હશે. રાજીનામાનો અર્થ એ છે કે તેઓ તેમની પ્રેક્ટિસ ફરી શરૂ કરશે. વરિષ્ઠ વકીલે કહ્યું છે કે જસ્ટિસ ગનેડીવાલા નિચલી ન્યાયતંત્રમાં પાછા જવાની સંભાવનાનો સામનો કરી રહ્યા હતા. એકવાર તમે હાઈકોર્ટના જજ બની ગયા પછી નીચલી કોર્ટમાં પાછા જવું એ સન્માનને ઠેસ લાગવા સમાન છે. સંબંધીની લૉ ફર્મમાં જાેડાશે. ર્ઁંઝ્રર્જીં કેસના ચુકાદા ઉપરાંત, નાગપુર બેંચના ભાગ રૂપે જસ્ટિસ ગનેડીવાલાના કેટલાક ચુકાદાઓ આપ્યા જેનાથી ખુબજ વિવાદ થયો હતો તેમના ર્નિણયને વિચિત્ર રીતે જાેવામાં આવતો હતો. ઘણા ચર્ચાસ્પદ ર્નિણયો પછી, વધારાના ન્યાયાધીશ તરીકે તેમના કાર્યકાળના અંતે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે તેમને કાયમી ન્યાયાધીશ બનાવતા અટકાવ્યા આ પછી, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ ના ??રોજ, વધારાના ન્યાયાધીશ તરીકે એક વર્ષનો વધારો આપવામાં આવ્યો. સીજેઆઈની આગેવાની હેઠળ ટોચના કોર્ટ કોલેજિયમે તેમને કાયમી ન્યાયાધીશ બનાવવાના અગાઉના સૂચનને પાછું ખેંચી લીધા પછી તેમને વધારાના ન્યાયાધીશ તરીકે બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. વિસ્તરણની ભલામણ કરવામાં આવી હતી. જાે કે, તત્કાલિન મંત્રી રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે વિવાદાસ્પદ ર્નિણયોને ટાંક્યા હતા. તેના બદલે તેમને એક વર્ષ માટે એક્સટેન્શનની ઓફર કરવામાં આવી હતી.
