Delhi

બ્રશની રાહ જાેયા વગર આ સાંસદે પોતાના હાથથી જ શાળાની ટોઈલેટ સીટ કરી સાફ

નવીદિલ્હી
રીવાના બેઠકથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હાથથી ટોઈલેટ સાફ કરતા જાેવા મળી રહ્યા છે. સાંસદ મહોદય રીવા જિલ્લાના બાલિકા વિદ્યાલય ખટખરી ગયા હતા. ટોઈલેટ સાફ કરવા દરમિયાન સાંસદે હાથમાં મોજા સુદ્ધા પહેર્યા નહતા કે બ્રશનો ઉપયોગ પણ ન કર્યો. વાત જાણે એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે ૧૭ સપ્ટેમ્બરથી લઈને ગાંધી જયંતી (૨ઓક્ટોબર) સુધી ભાજપ સેવા પખવાડિયું ચલાવી રહ્યો છે. આ કડીમાં બાલિકા શાળામાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સાંસદ જનાર્દન મિશ્રા મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. શાળામાં ભ્રમણ દરમિયાન સાંસદે જાેયું કે બાલિકાઓ જે ટોઈલેટનો ઉપયોગ કરે છે તે ખુબ ગંદુ છે. તેમણે તરત જ પોતે સાફ કરવાનો ર્નિણય લીધો. આ માટે સાંસદે કેમિકલ કે પછી બ્રશની પણ રાહ ન જાેઈ. એક ડોલમાં પાણી મંગાવ્યું અને ટોઈલેટ સાફ કરવા લાગ્યા. સાંસદે હાથથી ટોઈલેટ સાફ કરીને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો. અત્રે જણાવવાનું કે ગુનાની એક શાળામાં ગંદા ટોઈલેટને સ્વચ્છ કરતી બાળકીઓનો વીડિયો વાયરલ થયા બાદ ખુબ આલોચના થઈ હતી. એવામાં સાંસદનો આ વીડિયો અરીસો દેખાડે છે. જનાર્દન મિશ્રાએ કહ્યું કે બધાએ સ્વચ્છતા જાળવવી જાેઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈને પીએમ મોદી સ્વચ્છતાનો સંદેશ આપે છે. આ કોઈ નવી વાત નથી. મે પહેલાં પણ ટોઈલેટ સાફ કર્યા છે. આ અગાઉ સાંસદ જનાર્દન મિશ્રાએ હાથ રિક્ષા ચલાવીને ઘરે ઘરે જઈ કચરાનું કલેક્શન કર્યું હતું ત્યારે પણ તે ખુબ ચર્ચામાં આવ્યા હતા. સાંસદ વિવાદિત બોલ બોલીને પણ ચર્ચામાં રહે છે. કચરો ફેલાવનારાઓને ફાંસી આપવી, ૈંછજી ને જીવતા દાટી દેવા જેવા નિવેદનો આપી ચૂક્યા છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *