Delhi

ભાજપના મંત્રી સંક્રમિત હોવા છતાં ફ્લાઈટમાં મુસાફરી કરી

નવીદિલ્હી
કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર સમગ્ર દેશમાં કોરોના વિસ્ફોટ થયો છે. ત્યારે કોરોના સંક્રમિત હોવા છતાં ભાજપના નેતા અરવિંદ મેનન ગોરખપુર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા. આ બેદરકારીના કારણે નેતાએ ફ્લાઈટના અનેક યાત્રીઓના જીવ જાેખમમાં મુક્યા છે. જાહેર કરાયેલા આરોગ્ય વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૧૨૧ નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે એકનું મોત નીપજ્યુ છે. માત્ર લખનૌમાં ૪૦૦થી વધુ નવા કેસ નોંધાતા તંત્ર દોડતુ થયુ છે. આ નવા કેસ સાથે સક્રિય કેસોની સંખ્યા ૮,૨૨૪ પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં ૧૬,૮૮,૧૦૫ દર્દીઓે કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧૨,૯૮,૮૯,૫૫૬ લોકોને પ્રથમ ડોઝ અને ૭ કરોડ ૬૧ લાખથી વધુ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે.એક તરફ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જ્યારે બીજી તરફ નેતાઓ બેફામ બની રહ્યા છે. ઉતરપ્રદેશ રાજ્યના ભાજપના રાષ્ટ્રીય મંત્રી અને ગોરખપુર પ્રદેશના ચૂંટણી પ્રભારી અરવિંદ મેનન, ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ શિવ પ્રતાપ શુક્લા અને એસપી સિટી સોનમ કુમાર સહિત ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતાની મોટી બેદરકારી સામે આવી છે. પોઝિટીવ હોવા છતાં અરવિંદ મેનન ફ્લાઈટમાં ગોરખપુરથી નવી દિલ્હી જવા રવાના થતા ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે ભાજપ નેતા અરવિંદ મેનન શુક્રવારે કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલા પણ અરવિંદ મેનને ગુરુવારે રાજીમાં યોજાયેલી પ્રદેશ મહાસચિવ સંગઠન સુનીલ બંસલની બેઠકમાં હાજરી આપી હતી. ત્યારે આ નેતાઓ જાણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવુ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *