નવીદિલ્હી
ભાજપ અને આમ આદમી પાર્ટી હાલના દિવસોમાં માત્ર ગુજરાત વિધાનસભા ચુંટણી માટે જ એક બીજાને નિશાન બનાવી રહ્યાં નથી પરંતુ દિલ્હીમાં યોજાનાર નગર નિગમ ચુંટણી માટે પણ બંન્ને પોત પોતાની શક્તિઓ લગાવી રહ્યાં છે.હવે તાજેતરમાં આવેલ સ્વચ્છ સર્વેને જ જાેઇએ તો ભાજપના શાસન વાળી એમસીડી જયાં સફાઉને લઇ રેકીંગ સુધારવાનો દાવો કરી રહ્યાં છે ત્યા આપનો આરોપ છે કે ભાજપના રાજમાં એમસીડી નીચેથી ૧૦માં નંબર પર રહી છે. સ્વચ્છતા સર્વેની રેકિંગને લઇ એમસીડીનું કહેવુ છે કે દક્ષિણ દિલ્હી નગર નિગમની રેકીંગ ગત વર્ષથી ત્રણ અંક સુધરી ૨૮ થઇ ગઇ છે જયારે પૂર્વ દિલ્હી નગર નિગમની રેકિંગ છ સ્થાન સુધરી ૩૪ પર આવી ગઇ છે જયારે ઉત્તર દિલ્હી નગર નિગમની રેકીંગ આઠ સ્થાન સુધરી ૩૭ રહી છે.જાે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે સ્વચ્છતા સર્વેને લઇ એકવાર ફરી ભાજપ શાસિત એમસીડીને ધેરી છે.આપે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે ૪૫ શહેરોમાં દિલ્હી ૩૭માં સ્થાન પર રહી છે ગત ૫-૬ વર્ષોના સ્વચ્છતા સર્વેમાં દિલ્હી સતત ઉપરથી નીચે નહીં પરંતુ નીચેથી ટોપ ૧૦માં પોતાની જગ્યા બનાવી રહી છે દિલ્હીની જનતાને દરેક ગલી ચારસ્તા નુક્કડ પર કચરો અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ તેનાથી પરેશાન થઇ ગયા છે અને આઝાદી ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે તાકિદે એમસીડી ચુંટણી થાય આમ આદમી પાર્ટી ભારે બહુમતિથી જીતી એમસીડીમાં આવશે અને દિલ્હીના ત્રણેય કચરાના પહાડોને ખત્મ કરે આપ દિલ્ગીને ફકત દેશમાં જ નહીં પરંતુ પુરી દુનિયામાં સૌથી સ્વચ્છ શહેર બનાવવા પર કામ કરશ

