નવીદિલ્હી
આઝાદી બાદ દેશના ભાગલા સમયે પાકિસ્તાન બન્યું તો અહીંના લોકો ત્યાં રહેવા જતા રહ્યા. તેમની જમીન હજુ પણ અહીં છે. અનેક વર્ષો સુધી આ જમીન ખાલી રહી પરંતુ વસ્તી વધતા કેટલાક લોકોએ તેના પર કબજાે જમાવવાનો શરૂ કરી દીધો. જે લોકોના નામે આ જમીન છે તે હવે જીવિત છે કે નહીં તેની ખબર નથી. જમીન મામલે ફરિયાદ ન થવાથી અત્યાર સુધી કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું. કાનપુર ગ્રામીણના જિલ્લાધિકારી નેહા જૈને જણાવ્યું કે આ પ્રકારના મામલાની કોઈ જાણકારી નહતી. તેમણે આ પ્રકારની જમીનોનું નિરીક્ષણ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ જમીનોની તપાસ કરાવીને શાસન સ્તર ઉપર પણ માહિતગાર કરાવવામાં આવશે. હવે શત્રુ સંપત્તિ નિયમાવલી મુજબ કાર્યવાહી કરાશે. આ મામલે કાનપુર ગ્રામીણના અકબરપુર તહસીલના બારા ગામનો છે. આ ગામના જમીન દસ્તાવેજાેમાં અનેક પાકિસ્તાની લોકોના નામ છે. ડીએમના આદેશ પર હવે તહસીલ પ્રશાસન પાકિસ્તાનીઓના નામ છે તેવી જમીનની વિગતો તૈયાર કરી રહ્યું છે. ત્યારબાદ શત્રુ સંપત્તિ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાનને છૂટા પડ્યે ૭૫ વર્ષ થઈ ગયા છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આઝાદી સમયે દેશ છોડીને પાકિસ્તાન ગયેલા લોકોની હજુ પણ ભારતમાં જમીન છે. એટલું જ નહીં અહીંની જમીનના દસ્તાવેજાેમાં પણ પાકિસ્તાનીઓના નામ નોંધાયેલા છે. આ સાથે જ દેશનું નામ પણ પાકિસ્તાન લખેલું છે. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય હોય? આ મામલે હવે અધિકારીઓ તપાસમાં લાગ્યા છે.