નવીદિલ્હી
દિલ્હીમાં પ્રથમ મંકીપોલેસનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર દિલ્હી નિવાસી ૩૧ વર્ષીય વ્યક્તિ સંક્રમિત મળી આવ્યો છે. તે વ્યક્તિ હાલ દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ભરતી છે. બે દિવસ પહેલાં તાવ અને ચકામા શરીર પર થતાં ભરતી કરવામાં આવ્યો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ ગત થોડા દિવસો અગાઉ હિમાચલ પ્રદેશ ફરીને આવ્યો છે. જાેકે તેની કોઇ વિદેશ યાત્રાની હિસ્ટ્રી સામે આવી નથી. ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સના ચાર કેસ સામે આવી ગયા છે. તેમાંથી ત્રણ કેરલમાં છે. તમને જણાવી દઇએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ૭૦થી વધુ દેશોમાં મંકીપોક્સનો પ્રસાર એક વૈશ્વિક આપાત સ્થિતિ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે તેના સેમ્પલ ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) પૂણે મોકલવામાં આવ્યા હતા, જે પોઝીટિવ મળી આવ્યા. ડબ્લ્યૂએચઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરી ૨૦૨૨ થી ૨૨ જૂન સુધી કુલ ૩૪૧૩ મંકીપોક્સના કેસને પુષ્ટિ થઇ છે અને આ કેસ ૫૦ દેશોમાં સામે આવ્યા છે. ડબ્લ્યૂએચઓને મંકીપોક્સથી એક મોતની સૂચના મળી છે. તેમાંથી મોટાભાગના કેસ યૂરોપીય ક્ષેત્ર અને અમેરિકાથી સામે આવ્યા છે. ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જી હા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સનો રોગચાળો વકરતાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. તો કોરોના મહામારી પછી દુનિયા પર બીજી મોટી મહામારીનો ખતરો મંડરાવા લાગ્યો છે અને આખી દુનિયા સાવધાન થઈ જાય અને મંકીપોક્સના સંક્રમણને રોકવા માટે એલર્ટ મોડમાં આવી જાય તે માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ભારતમાં છેલ્લા ૮ દિવસમાં મંકીપોક્સના ૩ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ ત્રણેય કેસ કેરળમાં નોંધાયા છે. ભારત માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે કોરોના વાયરસ પણ કેરળમાંથી ભારતમાં પ્રવેશ્યો હતો અને મંકીપોક્સના ૩ કેસ પણ કેરળમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં દુનિયાના ૮૦ દેશોમાં ૧૬ હજાર ૮૮૬ થી વધારે કેસ મંકીપોક્સના નોંધાયા છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે મંકીપોક્સ નામનો રોગ બાળકોને ઝપટમાં લઈ રહ્યો છે. એકબીજાના સંપર્કમાં આવવાથી મંકીપોક્સનું સંક્રમણ વધારે ફેલાય છે અને દુનિયાને હવે કોરોના મહામારી પછી મંકીપોક્સથી ડરવું પડે તેવી સ્થિતિ તરફ આગળ વધી રહી છે આ બીમારી. દુનિયાના ૬૦ થી વધુ દેશોમાં મંકીપોક્સ વાયરસ ફેલાઈ ચુક્યો છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બીમારીને લઇને મોટી જાહેરાત કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ કહ્યું કે મંકીપોક્સનું જાેખમ વૈશ્વિક સ્તર પર જાેવા મળ્યું છે. યુરોપીયન દેશોમાં આ ઘાતક વાયરસનું જાેખમ સૌથી વધારે છે. હાલના સમયને જાેતા તે કહેવું ખોટું નથી કે આગામી સમયમાં ઇન્ટરનેશનલ પ્રસારનું એક સ્પષ્ટ જાેખમ છે. જાેકે, ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં હસ્તક્ષેપનું જાેખમ હાલ ઓછું છે. તમામ જાેખમોને જાેતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશએ મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના મહાનિર્દેશક ટેડ્રોસ એધાનમ ઘેબ્રેયસસે શનિવારે જણાવ્યું હતું કે, ઝડપથી ફેલાતો મંકીપોક્સનો પ્રકોપ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક આરોગ્ય કટોકટીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ સ્તરની ચેતવણી છે. ટ્રેડ઼ોસે કહ્યું કે, હવે મંકીપોક્સ માટે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાની જરૂરિયાત છે. આ સાથે રસી અને આ સારવારની વહેંચણીમાં સહકાર આપવા માટે ભંડોળ અને વૈશ્વિક પ્રયાસોની જરૂર છે. જીનીવામાં એક મીડિયા બ્રીફિંગ દરમિયાન સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવાના તેમના ર્નિણયની જાહેરાત કરી છે. ટેડ્રોસે પુષ્ટિ કરી કે સમિતિ સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૬૦ થી વધુ દેશ મંકીપોક્સના ૧૬,૦૦૦ થી વધુ કેસ સામે આવ્યા છે અને આફ્રિકામાં આ બીમારીના કારણે ૫ લોકોના મોત પણ થયા છે.
