Delhi

ભારતને સૂર્યકુમાર વગર ૧૫૦ રન કરવા માટે સંઘર્ષ કરવો પડે ઃ સુનિલ ગાવસ્કર

નવીદિલ્હી
ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્‌સેન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, સૂર્યકુમાર યાદવની ગેરહાજરીમાં ભારતીય ટીમને વિશાળ સ્કોર કરવામાં મુશ્કેલી પડી શકે છે. ગાવસ્કરના મતે સૂર્યકુમાર યાદવ નવો મિસટ્ર ૩૬૦ ડિગ્રી છે અને જાે તે નિષ્ફળ જાય છે તો ભારતીય ટીમને વધુ રન કરવા સંઘર્ષ કરવો પડે છે. ટી૨૦ રેન્કિંગમાં ટોચના સ્થાને રહેલો સૂર્યકુમાર ભારતનો ભરોસાપાત્ર બેટ્‌સમેન છે અને જાે તે ટીમમાં નથી ચાલતો તો ભારતને ૧૫૦ રન કરવા પણ સંઘર્ષ કવો પડે તેમ લિટલ માસ્ટરે જણાવ્યું હતું. ભારતે ટી૨૦ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર દેખાવ કર્યો છે અને સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. ઈંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ મેચ અગાઉ પૂર્વ મહાન બેટ્‌સમેને ભારતને ચેતવણી આપી છે. ઝિમ્બાબ્વે સામેના અંતિમ સુપર ૧૨ મુકાબલામાં સૂર્યકુમાર યાદવે ૨૫ બોલમાં અણનમ ૬૧ રન ફટકાર્યા હતા. ગાવસ્કરના મતે સૂર્યકુમરાની આ ઈનિંગ લાજવાબ હતી. તેણે મેદાનમાં દરેક ક્ષેત્રમાં રન ફટકાર્યા હતા અને તે નવો મિસ્ટર ૩૬૦ ડિગ્રી છે જેમાં કોઈ શંકા નથી. અંતિમ ઓવરમાં તેણે બોલર્સના એંગલનો ફાયદો ઉઠાવ્યો હતો અને કેટલાક દમદાર શોટ્‌સ રમ્યા હતા. સૂર્યકુમાર યાદવ પાસે લોફ્ટેડ કવર ડ્રાઈવ સહિત તમામ શોટ હાજર છે. ગાવસ્કરના મતે સૂર્યકુમારની મદદથી ભારત સન્માનજનક સ્કોર ઉભો કરી શકે છે. જાે સૂર્યકુમાર નિષ્ફળ જાય છે તો ભારતને ૧૪૦-૧૫૦ રન કરવાના પણ ફાંફાં પડી શકે છે. ભારતના મિસ્ટર ડીપેન્ડેબલ લોકેશ રાહુલે પણ જવાબદારી લેવાની જરૂર છે તેમ ગાવસ્કરે ઉમેર્યું હતું. ભારત હવે નોકઆઉટ તબક્કામાં પહોંચ્યું છે જેથી ટીમને એક યુનિટ તરીકે પોતાનો દેખાવ કરવો પડશે. રોહિત અંતિમ બે મેચમાં પોતાની લય મેળવીને મોટી ઈનિંગ રમે તેવી આશા છે તેમ ગાવસ્કરે જણાવ્યું હતું.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *