Delhi

ભારતનો સૌથી મોટો વાહન ચોર ઝડપાયો, ૩૨ વર્ષમાં ૬૦૦૦ કારની કરી ચોરી

નવીદિલ્હી
દિલ્હી પોલીસે અનિલ ચૌહાણ નામના એક શાતિર કાર ચોરની ધરપકડ કરી છે, જેણે અત્યાર સુધી ૫૦૦૦થી વધુ ગાડીઓની ચોરી કરી છે અને પોતાના નામે એક મંદિર પણ બનાવી રાખ્યું છે. સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે આ શાતિર ચોર ૯૦ના દાયકાથી ગાડીઓની ચોરી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આ માસ્ટર થીફ છે અને ૯૦ના દાયકાથી ગાડીઓ ચોરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે જે પણ ઓટો લિફ્ટર છે આ તેનો ગુરૂ છે અને તે દિલ્હી એનસીઆરમાં ગાડીઓ ચોરે છે. તેણે જણાવ્યું કે તે ગાડીઓ ચોરીને તેને અલગ-અલગ રાજ્યમાં વેચી દે છે. તેણે અત્યાર સુધી ચોરેલી ગાડીઓને નેપાળ અને અસમમાં વેચી છે. પોલીસે જણાવ્યું કે તે હંમેશા ફ્લાઇટથી સફર કરે છે અને તેણે ખુબ ગ્લેમરસ લાઇફ સ્ટાઇલ અપનાવી રાખી છે. પોલીસે જણાવ્યું કે ઘણીવાર જ્યારે પોલીસ તેને પકડવા ગઈ તો તે પોલીસ પર ગોળી ચલાવતા પણ અટક્યો નહીં. ડીસીપી શ્વેતા ચૌહાણે કહ્યુ કે આ ચોર પર ૧૮૧ કેસ દાખલ છે. માત્ર દિલ્હીમાં ૧૪૬ કેસ નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું કે આ શાતિર ચોરે ચોરી કરી પોતાની ઘણી સંપત્તિ અને પૈસા બનાવ્યા છે, જેના કારણે તે ઈડીની નજરમાં આવી ગયો. ઈડીએ કાર્યવાહી કરતા અસમમાં તેની સંપત્તિને સીલ કરી દીધી, અનુમાન પ્રમાણે અસમમાં સીલ કરવામાં આવેલી સંપત્તિનું મૂલ્ય ૧૦ કરોડ છે. પોલીસના ગુપ્ત સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મળી હતી કે ચોર દિલ્હીમાં એક્ટિવ છે અને તે જાણકારીના આધાર પર મેમાં પોલીસે તેના પર સર્વેલાન્સ લગાવી અને જ્યારે તે ઘટનાને અંજામ આપવા પહોંચ્યો તો પોલીસે તેને દબોચી લીધો હતો. ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે તે જાણવા મળ્યું કે અસમમાં જઈને તે સરકારી કોન્ટ્રાક્ટર બની ગયો. ત્યાં તેણે મોટી કમાણી કરી અને ઈડીની નજરમાં આવી ગયો. અહીં તે ક્લાસ વન કોન્ટ્રાક્ટર હતો. ઈડીએ તેની તપાસ કરી છે અને સંપત્તિ પણ જપ્ત કરી છે. તેની પાસે કેટલી સંપત્તિ છે, તે કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે ત્યાં તેણે પોતાના નામનું એક મંદિર પણ બનાવી રાખ્યું છે. પોલીસ અનુસાર તેણે ૯૦ના દાયકામાં ગાડીઓના કાચ તોડીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો પરંતુ બદલતા સમયની સાથે તેની ગાડીઓ પર બદલાતી ગઈ. તેણે બદલતા સમયની સાથે ગાડીઓને રિમોટ સિસ્ટમ થ્રૂ ગાડીઓને બનાવતા શીખી. તે સમયે તે મારૂતી સુઝુકીની એક ગાડી ચોરી કરતો હતો.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *