નવીદિલ્હી
પીએમ મોદીએ કોલકાતામાં ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે કોરોના એ છેલ્લા ૧૦૦ વર્ષની સૌથી મોટી મહામારી છે જેનો આપણે સાથે મળીને સામનો કરી રહ્યા છીએ. દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનના ૧૫૦ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે જે મહાન સિદ્ધિ સમાન છે. દેશમાં યોગ્યતા ધરાવતા ૯૦ ટકાથી વધુ પુખ્તોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. ફક્ત ૫ દિવસમાં દોઢ કરોડથી વધુ કિશોરોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ સિદ્ધિ આપણા દેશની અને દરેક રાજ્યની છે. આપણે નવા વર્ષ ૨૦૨૨ની શરૂઆત ૧૫થી ૧૮ વર્ષનાં કિશોરોને વેક્સિન આપવા સાથે કરી છે.દેશમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધતા કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જે મુજબ વિદેશથી આવનારા તમામ પ્રવાસીઓ માટે સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમનો એરપોર્ટ પર ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તેમણે પણ ૭ દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડેક્લેરેશન ભરવું પડશે. ટ્રાવેલનાં ૭૨ કલાક પહેલા નેગેટિવ ઇ્-ઁઝ્રઇ રિપોર્ટ અપલૉડ કરવાનો રહેશે. કોરોનાનાં લક્ષણ વિનાનાં કે હળવાં લક્ષણો ધરાવતા લોકોએ ૧૪ને બદલે ૭ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે. સરકારે આ માટે ૧૯ દેશોને હાઈ રિસ્ક કન્ટ્રી ગણ્યા છે. શુક્રવારે દેશમાં કોરોના કેસની સંખ્યા સવા લાખને પાર થઈ છે. મહારાષ્ટ્રમાં ૪૦,૯૨૫ કેસ નોંધાયા છે. બીજી તરફ સતત બીજા દિવસે ઈટાલીથી અમૃતસર આવેલી બે ફ્લાઈટ્સમાં ૧૭૩ કોરોના પોઝિટિવ જણાયા છે. બંને ફ્લાઈટમાં કુલ ૨૭૬ પ્રવાસી હતા. ઉલ્લેખનીય છે કે ગુરુવારે અમૃતસર આવેલી એક ચાર્ટર ફ્લાઈટમાંથી ૧૬૩ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જાે કે આ એર ઈન્ડિયાની ફ્લાઈટ નહોતી.